Western Times News

Gujarati News

મકાન ભાડે આપતા સંબંધિત પોલીસ સ્‍ટેશનને જાણ કરવી જરૂરી

પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર  વિસ્તારમાં રહેણાંક કે ઔદ્યોગિક મકાન ભાડે આપતા પહેલાં ભાડૂઆતની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્‍ટેશનને જણાવવા પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરે આદેશ કર્યો છે.

મકાન/ઔદ્યોગિક એકમોના માલિકોએ મકાન ભાડે આપતા પહેલાં પોલીસ સ્ટેશને માહિતી પત્રકમાં અનુક્રમે મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત, ક્યા વિસ્‍તારમાં કેટલા ચો.મી. બાંધકામ મકાન, મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ અને સરનામુ, મકાન ક્યારે ભાડે આપેલ છે તથા માસિક ભાડુ કેટલુ નક્કી કરેલ છે

તે રકમ રૂપિયામાં, કઇ વ્‍યક્તિઓને ભાડે આપેલ છે તેનો ફોટો, સહી સરનામા અને સંપર્ક સાથેની સંપૂર્ણ વિગતો, ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્‍યક્તિ, એજન્ટ-બ્રોકરની તમામ વિગતો જણાવવાની રહેશે.

તા. ૨૬/૦૩/૨૦૨૩ સુધી અમલી આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાપાત્ર ઠરશે એમ પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરના જાહેરનામામાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.