Western Times News

Gujarati News

અમદાવાદમાં બપોરે 1 થી 4 દરમિયાન ભારે તથા મધ્યમ ગુડ્ઝ વ્હીકલને જવા આવવાની આ રસ્તાઓ પર છુટછાટ

પ્રતિકાત્મક

તમામ પ્રકારના ભારે તથા મધ્યમ ગુડ્ઝ વ્હીકલને સરદાર પટેલ રિંગ રોડ ઉપર આવેલ અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારના કમોડ સર્કલથી અંદરના ભાગથી ટોરેન્ટ પાવર સ્ટેશન સુધીના માર્ગ ઉપર જવા આવવાની છુટછાટ આપવા અંગે પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું

અમદાવાદ શહેરમાં કલાક ૧૩.૦૦થી ૧૬.૦૦ દરમિયાન તમામ પ્રકારના ભારે તથા મધ્યમ ગુડ્ઝ વ્હીકલને નીચે જણાવ્યા મુજબના માર્ગ ઉપર જવા આવવાની છુટછાટ આપવામાં આવે છે. આ ગુડ્ઝ વ્હીકલ નિયત કરેલ સમય અને રુટ ઉપર જ અવર-જવર કરી શકશે. તે સિવાય જો અવર-જવર કરતા જણાઈ આવશે તો જાહેરનામાનો ભંગ ગણાશે.

હું, જી.એસ. મલિક, IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) અને ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯ના નિયમ ૨૦૭ની સત્તા અન્વયે અમદાવાદ શહેરમાં નીચે જણાવ્યા મુજબની વિગતેના વાહનો પ્રવેશી શકે તે માટે પ્રાયોગિક ધોરણે ફક્ત એક માસ માટે જાહેરનામામાં સુધારો કરી નીચે મુજબનો હુકમ કરું છું.

  • સરદાર પટેલ રિંગ રોડ ઉપર આવેલ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારના કમોડ સર્કલથી અંદરના ભાગથી ટોરેન્ટ પાવર સ્ટેશન સુધીના માર્ગ પર અવર જવર કરી શકાશે.

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન તા.૩૧/૫/૨૦૨૫ સુધી કલાક ૦૮.૦૦થી ૧૩.૦૦ તથા ૧૬.૦૦ થી ૨૩.૦૦ સુધી કરવાનો રહેશે.

તા.૩૧/૫/૨૦૨૫ના રાત્રિના ૨૪.૦૦ કલાક બાદ આ એક માસ માટે પ્રસિદ્ધ કરેલ જાહેરનામું આપોઆપ ‘રદ્દ’ થઇ જશે અને આમુખ (૫) પ્રસિદ્ધ કરેલ જાહેરનામું તા.૧/૬/૨૦૨૫ના કલાક ૦૦.૦૦થી અમલમાં આવશે અને તે મુજબ બીજો હુકમ ન થાય ત્યાં સુધી અમલ કરવાનો રહેશે.

બાકીની તમામ વિગતો અને હુકમ આમુખ (૫) પ્રસિદ્ધ કરેલ જાહેરનામા મુજબ ચથાવત રાખવામાં આવે છે.

આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતા ખાસ/સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.