Western Times News

Gujarati News

ટ્રાફિક વિભાગે નિયમ ભંગ કરનાર વાહનચાલકો સામે ડ્રાઇવ હાથ ધરી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ ટ્રાફિક વિભાગ એક્શનમાં આવ્યું છે. ટ્રાફિક વિભાગે નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા માટે ડ્રાઇવ હાથ ધરી છે. જેમાં રોંગ સાઇડમાં જનારા, ઓવર સ્પીડ ચાલક, નશામાં ધૂત ચાલક સહિતનાને પકડવા અને દંડ ફટકારવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

અન્ય રીતે ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓને પણ ટ્રાફિક વિભાગે ઝડપી દંડ ફટકાર્યો છે. જેના પગલે હવે ઇ્‌ર્ંમાં દંડ ભરવા આવતા લોકોની ભીડ વધી છે.અમદાવાદ આરટીઓમાં નિયમ ભંગ કરનારાઓ અને વાહન ડિટેઇન થનારાઓ પોતાના દંડની રકમ ભરવા પહોંચી રહ્યા છે.

અમદાવાદ આરટીઓમાં વહેલી સવારથી જ દંડ ભરવા આવતા લોકોની લાંબી કતાર લાગે છે. જેના કારણે કોઈને દંડ ભરવા બે કે ૩ દિવસ ધક્કો પણ ખાવો પડે છે. આરટીઓમાં દંડ ભરવા આવતા લોકોને વેઇટિંગ માટે અપાતી ટોકન પૂર્ણ થતાં ધક્કા થાય છે.

તો કેટલાક લોકો દસ્તાવેજના અભાવે પણ ધક્કો ખાતા જાેવા મળે છે.લોકોના આક્ષેપ છે કે સિસ્ટમના કારણે અનેક લોકો હેરાન થઈ રહ્યા છે. જેના કારણે લોકોએ ટોકન વધારવા માગ કરી છે. જેથી તેઓએ ધક્કા ખાવા ન પડે.

નોકરી કરતા લોકોને દંડ ભરવા આવવા માટે નોકરીમાં રજા પાડવી પડતી હોય છે. રજા પાડ્યા બાદ પણ લોકોને ધક્કો ખાવો પડે છે. જેથી લોકો હવે હાલાકી ન પડે તેના પર ધ્યાન આપવા તંત્રને અપીલ કરી રહ્યા છે.બીજી તરફ આરટીઓ અધિકારીએ કતારોને પહોંચવા આયોજન કર્યાનું નિવેદન આપ્યું હતુ.

અધિકારીએ જણાવ્યું કે આરટીઓમાં પહેલા એક ટેબલ હતું, તેના બદલે ૩ ટેબલ મુકવામાં આવ્યા છે. જ્યારે પહેલા દરરોજ ૫૦ થી ૬૦ લોકો આવતા ત્યાં ૧૨૦ ઉપર લોકોને ટોકન અપાઇ રહ્યાનું પણ અધિકારીએ નિવેદન આપ્યુ છે. તો લોકોને હાલાકી ન પડે તે રીતે કામ કરવામાં આવતું હોવાની અધિકારીએ ખાતરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.