અમદાવાદ પોલીસની ડ્રિંક એન્ડ ડ્રાઈવ પહેલા જ દિવસે સફળ થઈ
અમદાવાદ, તારીખ ૨૪ ડિસેમ્બર, રવિવારના રોજ એક જ દિવસમાં અમદાવાદ શહેર ખાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અંતર્ગત ફુલ ૩૯ લોકો ઉપર હ્લૈંઇ નોંધીને ધરપકડ કરવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસની ડ્રિંક એન્ડ ડ્રાઈવ પહેલા જ દિવસે સફળ થઈ.
પરંતું ખુદ અમદાવાદ પોલીસ એવું સ્વીકારે છે કે, આ તો પોલીસ કર્મચારીઓ માટે જાહેર કરાયેલા ઈનામની અસર છે. અમદાવાદ પોલીસે ટિ્વટર પર લખ્યું કે, અમદાવાદ શહેરમાં દારૂ પીને ગાડી ચલાવનારની ધરપકડ કરનાર પોલીસ કર્મચારીને રૂપિયા ૨૦૦ ના ઇનામની જાહેરાતની અસર જાેવા મળી છે.
પરંતું કમિશનર સાહેબ, શું પોલીસ કર્મીઓને ઈનામ વગર દારૂડિયા નહિ પકડાય. શું અમદાવાદના પોલીસ કર્મચારીઓને ઈનામ આપશો તો જ કામ કરશે. જાે ઈનામ મળવાની લાલચમાં અમદાવાદ પોલીસ આટલું કામ કરી શકે છે, તો તેમને બારે મહિના દારૂ પીને છાટકા કરતા લોકો કેમ દેખાતા નથી. અમદાવાદમાં દારૂ પીને ગાડી ચલાવી તો હવે ખેર નથી.
નશામાં વાહન ચલાવનારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાશે. દારૂડિયા ચાલકોને પકડવા પોલીસને પ્રોત્સાહન રાશિ મળશે. અમદાવાદ પોલીસ દ્વારા જાહેરાત કરાઈ કે, પોલીસ કર્મચારીઓને ૨૦૦ રૂપિયાનું ઈનામ આપવામાં આવશેતારીખ ૨૪.૧૨.૨૩. ના રોજ એક જ દિવસમાં અમદાવાદ શહેર ખાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અંતર્ગત ફુલ ૩૯ લોકો ઉપર એફઆઈઆર નોંધીને ધરપકડ કરવામાં આવેલ SS3SS