અમદાવાદથી પ્રયાગરાજ ચાર ટ્રેન હાઉસફુલ થતા બુકીંગ બંધ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/10/Memurail-1024x576.jpg)
પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન માટે શ્રધ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળી રહયો છે. ત્યારે અમદાવાદથી જતી ટ્રેનોની પણ દયનીય સ્થિતી બની જવા પામી છે.
શ્રધ્ધાળુઓએ મહાપરાણે જેમતેમ કરીને જનરલ કોચમાં ઘેટા-બકરાંને જેમ મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. અમદાવાદ-ઓસનસોલની ટ્રેન ૧૩ અને ર૦ ફેબ્રુઆરીની ટ્રેન હાઉસફુલ થઈ જતા તેનું બુકીગ પણ બંધ કરી દેવાયું છે.
અમદાવાદ-ગોરખપુર જતી ટ્રેનમાં તા.૧ર ફેબ્રુઆરી સુધી ૧૪ર થી લઈને ર૦ર સુધીનું લાંબુવેઈટીગ લીસ્ટ જોવા મળી રહયુંછે. અમદાવાદ-પ્રયાગરાજ એકસપ્રેસમાં તા.૬ ફેબ્રુઆરીના તા.૧૩ માર્ચ સુધી ૧૬૦ સુધીનું વેઈટીંગ જોવા મળી રહયું છે. જયારે અમદાવાદ-બરોની એકસપ્રસ ટ્રેન તા.૭ થી લઈને ૧ર ફેબ્રુઆરી સુધી હાઉસફુલ થઈ જતા નો-રૂમના પાટીયા વાગી ગયા છે.