અમદાવાદ: ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી તથા ચાઇનિઝ તુક્કલ ચગાવવા પર પ્રતિબંધ
અમદાવાદ, ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યાે છે. અમદાવાદ પોલીસે ચાઇનીઝ દોરીના ખરીદ-વેચાણને લઇને પણ તપાસ હાથ ધરી છે. અમદાવાદ પોલીસે ચાઇનીઝ દોરીને લઇને એક્શન પ્લાન તૈયાર કર્યાે છે.
ઓનલાઇન ચાઇનીઝ દોરીના વેચાણ પર પણ નજર રાખવામાં આવી રહી છે.અમદાવાદ પોલીસે ચાઇનીઝ દોરીને લઇને ઇ-કોમર્સ વેબસાઇટ પર તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઇમની ટીમે વેબસાઇટ પર સર્ચ હાથ ધર્યું છે. ઇ-કોમર્સ વેબસાઇટ પર ઓનલાઇન ચાઇનીઝ દોરીની ખરીદી કરવામાં આવે છે.
અમદાવાદ પોલીસ કમિશનરે ચાઇનીઝ દોરીને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે.ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી તથા ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ચાઇનીઝ દોરી, સિંથેટિક પદાર્થ કોટિંગ અને નોન બાયોડિગ્રેબલ દોરી ઉત્પાદનના વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે જ ધાર્મિક લાગણી દૂભાય તેવા લખાણો પતંગ પર ના લખવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં જાહેર માર્ગાે પર પતંગ ચગાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.SS1MS