Western Times News

Gujarati News

ડિફોલ્ટર્સની 29 મિલકતોની જાહેર હરાજી કરશે અમદાવાદ મ્યુ.કોર્પો.

ઉત્તર પશ્ચિમ ઝોનમાં  બાકી પ્રોપર્ટી ટેકસની વસૂલાત માટે મ્યુનિસિપલ સત્તાધીશો આક્રમક મૂડમાં ઃ ૧પ દિવસમાં બાકી ટેકસ ભરપાઈ કરવા નોટિસ અપાઈ

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો માર્ચ મહિનો નજીક આવતાં જ બાકી પ્રોપર્ટી ટેકસની વસૂલાત માટે આક્રમક મૂડમાં આવી ગયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેકસ વિભાગ દ્વારા બાકી ટેકસની વસૂલાત ઝુંબેશ હેઠળ દર શુક્રવારે મેગા ટ્રિગર ઈવેન્ટ હાથ ધરવામાં આવે છે. આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત તંત્ર દ્વારા મોટી રકમના ડિફોલ્ટર્સની મિલકતને સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવે છે.

ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરાયેલી જાહેર નોટિસ હેઠળ ર૯ મિલકતના કર ભરવાપાત્ર પ્રથમ વ્યક્તિ અને કબજેદારના નામની જાહેરાત આપવામાં આવી છે. આ નોટિસ મુજબ આ તમામ લોકોએ બાકી પ્રોપર્ટી ટેકસની રકમ ૧પ દિવસમાં ભરપાઈ કરવાની રહેશે. જો નિયત સમયમર્યાદામાં બાકી ટેકસની રકમની ચૂકવણી કરવામાં નહીં આવે તો આ તમામ મિલકતોની જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી પણ સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવી છે.

ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોસ્ડમાં વિશ્વકર્મા મંદિરની બાજુમાં આવેલા સોનાલી પાર્ક સામેના ફોરમ એપાર્ટમેન્ટના બી/એફ એફ-૦૧ના કર ભરવાપાત્ર વ્યક્તિ તરીકે સૂર્યમ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ.ના ચેરમેનનો રૂ.ર,૪ર,૪ર૪નો ટેકસ ચૂકવવાનો બાકી છે.

આ ઉપરાંત ચાંદલોડિયામાં આરસી ટેકનિકલ રોડ પરના અવધપુરી રો-હાઉસની દુકાન નં.૯નો રૂ.૯૬,પ૪૩, નિર્માણ કોમ્પલેક્ષના ડી/એફએફ/ર૦નો રૂ.ર,૧૭,૭૧૯, ૧૦/એફએફ રાજયોગ કો.નો ૧,૪૦,૬૬૯, સત્યધામ કોમ્પલેક્ષના જીએફ/૧૪નો રૂ.ર,૩૯,૯૩૩, ચાંદલોડિયાબ્રિજ પાસેના ઘનશ્યામ કોમ્પલેક્ષની દુકાન નં.એફએફ/૪૯નો રૂ.૧,૩૦,રપ૩,

ઘાટલોડિયાના ઈશ્વરકાકાનગર (નવું)ની મિકલત ૯૧/૬નો રૂ.૧,૪ર,ર૯૩, ચાંદલોડિયા ઓવરબ્રિજ પાસેની શ્રી સત્ય કો-ઓ. સો.લિ.નો રૂ.૧,૦૭,૮૬૦, થલતેજના ભાઈકાકાનગર બસ સ્ટેન્ડ સામેના સહજાનંદ કોમ્પલેક્ષની ઓફિસ નં.ર૦નો રૂ. ૧,૦પ,૪૧૮ તથા આ જ કોમ્પલેક્ષની એસએફ-ર૦૧નો રૂ.૭૧,૧૪૧, થલતેજના બાગબાન પાર્ટી પ્લોટ પાસેના હાર્મની આઈકોનની એસએફ-૭૦૧નો રૂ.૯પ,ર૩૮, એસએફ-૭૦રનો રૂ.૭ર,૪૯૯ ટેકસ બાકી છે.

પ્રસિદ્ધ કરાયેલી નોટિસમાં જણાવાયું છે કે, ગુરૂદ્વારા પાસેના સુમેલ-ર બિલ્ડીંગની જીએફ/૪ મિલકતનો રૂ.૭,૩પ,૪૪૯નો ટેકસ બાકી બોલે છે. બોપલ-આંબલી રોડ પરના નેપ્ચ્યૂન હાર્મનીની જીએફ-૧ મિલકતનો રૂ.૪,૯૧,રરપ, જીએફ-રનો રૂ.૪,૯૧,રરપ, જીએફ-૩નો રૂ.૪,૯૧,રરપ અને જીએફ-૪નો રૂ.પ,૭૦,૩૬ર ટેકસ ચૂકવવાનો બાકી છે. પકવાન ચાર રસ્તા પાસેથી ગ્રાન્ડ એલિગન્સ હોટલ પાસેના સર્વે નં.ર૩૮/૩ (કબજેદાર દિવ્યા મોટર્સ)નો રૂ.૩,પ૬,૧ર૦

અને બોડકદેવના ટાઈગર બેય રેસ્ટોરાં (ટીપી ર૧૩, સર્વે નં.૮૦/૩/ર, ૮૦/૪/ર)નો રૂ.૩૦,૭૯,રર૮નો પ્રોપર્ટી ટેકસ ચૂકવવાનો બાકી છે. આ તમામ મિલકતનો બાકી પ્રોપર્ટી ટેકસ વસૂલવા માટે મ્યુનિસિપલ તંત્ર હવે આકરા પાણીએ આવ્યું છે.

ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે કે, આ તમામ ર૯ મિલકતોના માલિક કે કબજેદારને તંત્ર તરફથી પ્રોપર્ટી ટેકસના બિલ મોકલવા છતાં તેમજ વારંવાર નોટિસ બજાવવા છતાં પણ કરદાતાઓ તરફથી ટકસ ભરવામાં આવ્યો નથી. આથી તંત્ર દ્વારા કરદાતાઓને જપ્તી વોરંટ બજાવીને તેમની મિલકતો જાહેર હરાજી માટે મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ તમામ ટેકસ ડિફોલ્ટર્સને તેમનો બાકી ટેકસ ચૂકવવા માટે ૧પ દિવસનો સમય આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.