Western Times News

Gujarati News

3 રેલવે કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ત્રણ રેલવે કર્મચારીઓને સતર્કતા અને સજાગતા સાથે રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરૂણ જૈન દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં..

1. વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શ્રી એ.વી. પુરોહિતના જણાવ્યા મુજબ, મિકેનિકલ વિભાગના કર્મચારી શ્રી વાસીમ રાજા,લોકો પાયલોટ (ગુડ્સ) વટવા, તા.03/09/2022. ના રોજ ટ્રેન નંબર PPSP/IPBP {લોકો નંબર 12878-ABR} પર સુરેન્દ્રનગરથી વટવા વચ્ચે કાર્યરત હતા.

લોડ સંપૂર્ણપણે LPG/ગેસથી ભરેલો હતો.વિરમગામ ખાતે ટ્રેનના આગમન સમયે, ક્રૂ દ્વારા નિયમાનુસાર ટ્રેનની તપાસ કરતાં તે સમયે તેમણે જોયું કે ત્રીજા વેગન નંબર 42088960296 માં ગેસ લીકેજ થઈ રહ્યો હતો. જે સરક્ષા અને ટ્રેનના સંચાલન માટે જોખમી બની શકે છે.આની ખાતરી કર્યા બાદ મામલાની ગંભીરતા સમજીને તેમણે ફરજ પરના ગાર્ડ, સ્ટેશન માસ્ટર-વિરમગામ, પીસીઆર અને સીસીઆરને ઘટના અંગે જાણ કરી હતી.

આજુબાજુની લાઇનમાં આવતી પેસેન્જર ટ્રેન નંબર 22959 (JAM ઇન્ટરસિટી) અને 09487 (VG-MSH) ને સ્ટેશન માસ્તરે વોકી-ટોકી દ્વારા જાણ કરી અને તેમને ઘટના સ્થળથી દૂર ઉભા રાખ્યા, જેથી માનવ જાનહાની ટાળી શકાય. ક્રૂએ પાવર બ્લોક કરી દીધો હતો.વેગન કાપીને TP Yardમાં લઈ ગયા જ્યાં માનવ અવરજવર થતી નથી ત્યાં એને પલેસમેન્ટ કરવામાં આવેલ.

2.પરિચાલન વિભાગના કર્મચારી શ્રી આશિષ કુમાર, ટ્રેન મેનેજર – ગાંધીધામ  તા.30/09/2022 ના રોજ ટ્રેન નંબર E/BCN/SNLR પર કાર્યરત હતાં આ ટ્રેનને લૂપ લાઇન નં.4 પર 10.41 કલાકે કાસા સ્ટેશન પર ક્રોસિંગ માટે રોકવામાં આવી હતી અને બીજી ડાઉન ટ્રેન નં. ICDK/MDCC પણ લૂપ લાઇન નં.2 પર 11.21 કલાકે આવી હતી.

ત્યારે તેમણે જોયું કે એક વેગન નંબર CONCOR- 62250729674 (19મા બ્રેકવાનમાંથી ) એડોપ્ટર અસુરક્ષિત સ્થિતિમાં બદલાઈ ગયું હતું.તેમણે તરત જ આ બાબતની જાણ ડાઉન ટ્રેન નંબર ICDK/MDCC અને માલગાડી પ્રબંધક અને કાર્યરત સ્ટેશન માસ્ટર-કાસા ને આપી હતી.ઉક્ત વેગનની તપાસ કર્યા બાદ ટ્રેનને ગાંધીધામ સ્ટેશન સુધી SR 40 KMPH સાથે રવાના કરવામાં આવી હતી.

3. એન્જિનિયરિંગ વિભાગના કર્મચારી શ્રી અશ્વિની કુમાર પી, તા.31/10/2022 ના રોજ (Ex.Serviceman) (ESM) L.C.No.137,K.M.No.157/6-7 (GM- SNLR સ્ટેશન વચ્ચે) 19 થી 07 ની પાળીમાં કાર્યરત હતાં. લગભગ 03:55 વાગ્યે તેમણે અપ ટ્રેન નં.GHH/Container ના વેગન નંબર 62310806536/BZCB માં  Hot Axle  જોયો.

તેમણે તરત જ આ બાબતની જાણ ફરજ પરના સ્ટેશન માસ્તર-સાંતલપુર ને કરી.ટ્રેન લગભગ 03:58 વાગ્યે સાંતલપુર સ્ટેશને પહોંચી ત્યારે ફરજ પરના સ્ટેશન માસ્તર દ્વારા ચેકિંગ દરમિયાન ઉક્ત વેગનમાં Hot Axle  હોવાનું જણાયું હતું.વેગનને અલગ કરીને સાંતલપુર યાર્ડમાં રાખવામાં આવેલ અને ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

આ રીતે આ ત્રણ કર્મચારીઓની સતર્કતા અને પ્રશંસનીય કામગીરીને કારણે સંભવિત ટ્રેન અકસ્માતને સમયસર બચાવી શકાયો.આ તેમના કામ પ્રત્યેની જાગરુકતા અને દૂરદર્શિતા દર્શાવે છે. તેમનું આ કાર્ય અત્યંત પ્રશંસનીય અને પ્રશંસાને પાત્ર છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.