અમદાવાદ રેલવે મંડળ પર રાજભાષા અમલીકરણ સમિતિની બેઠકનું આયોજન
અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે તારીખ 29.08.2024 ના રોજ મંડળ રાજભાષા અમલીકરણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, સમિતિના અધ્યક્ષ શ્રી સુધીરકુમાર શર્મા દ્વારા અમદાવાદ મંડળના ઈ-મેગેઝિન રાજભાષા આશ્રમ સૌરભના 48મા અંકનું અવલોકન/વિમોચન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન રાજભાષા વિભાગ દ્વારા ‘સુભદ્રા કુમારી ચૌહાણ જી‘ના જીવન પર પાવર પોઈન્ટ દ્વારા એક રસપ્રદ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું અને તેને સંબંધિત પ્રશ્ન મંચનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉક્ત પ્રશ્નોત્તરીમાં વિજેતા અધિકારીઓ અને કર્મચારીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. દર ક્વાર્ટરની જેમ, આ અવસર પર, હિન્દીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ/કર્મચારીઓને મંડળ રેલ પ્રબંધક દ્વારા મંડળની વિશેષ પુરસ્કાર યોજના “રાજભાષા રત્ન” હેઠળ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
મંડળ રેલ પ્રબંધકે રાજભાષા વિભાગને બેઠક ના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને અમદાવાદ મંડળ માં ચાલતી પાર્ટ-ટાઇમ હિન્દી લાઇબ્રેરીમાં ઉપલબ્ધ પુસ્તકોની યાદી મંડળ ની વેબસાઇટ પર અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
બેઠકના ઉપાધ્યક્ષ અને અપર મંડળ રેલ પ્રબંધક (પરિચાલન) શ્રી લોકેશ કુમારે મંડળ રેલ પ્રબંધક દ્વારા ધ્યાન પર લાવવામાં આવેલી વિવિધ બાબતો પર વિશેષ ધ્યાન આપવા અને પગલાં લેવા પર ભાર મૂક્યો હતો. મહોદયે વિવિધ વિભાગના વડાઓ અને અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલા નિરીક્ષણમાં રાજભાષાના પૈરા નો સમાવેશ કરવા અને રાજભાષાની પ્રગતિ માટે ચેકલિસ્ટ બનાવવા અને તેને અનુસરવાની વાત કરી.બેઠકના અંતે ઉપપ્રમુખે આભાર વિધિ રજૂ કરી હતી. આ પ્રસંગે અમદાવાદ મંડળ ના તમામ વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં ભાગ લીધો હતો.