અમદાવાદના વિવિધ રેલવે સ્ટેશનોના પુનઃવિકાસના કામોનું નિરીક્ષણ કરતાં અપર મહાપ્રબંધક
પશ્ચિમ રેલ્વેના અપર મહાપ્રબંધક શ્રી પ્રકાશ બુટાનીએ 09 ઓક્ટોબર 2024 ના રોજ અમદાવાદ મંડળ ના વિવિધ સ્ટેશનોના પુનઃવિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણ દરમિયાન તેમણે અમદાવાદ, મણિનગર, વટવા, અસારવા અને સાબરમતી સ્ટેશનોની મુલાકાત લીધી જ્યાં પુનઃ વિકાસનું કામ ચાલી રહ્યું છે.
અમદાવાદ સ્ટેશન પર, તેમણે સૌપ્રથમ સરસપુર બાજુના નિર્માણાધીન બિલ્ડીંગના સ્થળની મુલાકાત લીધી અને કામની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો. આ પછી તેમણે અમદાવાદ સ્ટેશનની (કાલુપુર) બાજુએ બની રહેલા ફ્લાયઓવરના કામની પણ સમીક્ષા કરી હતી.
આ પછી, તેમણે મુખ્ય સ્ટેશન બિલ્ડિંગ સાઇટનું પણ નિરીક્ષણ કર્યું જ્યાં પણ કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. તેમણે મણિનગર, વટવા અને અસારવા સ્ટેશનોની પણ મુલાકાત લીધી જે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકાસ કરવામાં આવી રહ્યા છે. આ સ્ટેશનો પર ચાલી રહેલા કામોની સમીક્ષા કરતી વખતે તેમણે અધિકારીઓ પાસેથી આ કામોની પ્રગતિ વિશે માહિતી મેળવી હતી.
સાબરમતી સ્ટેશને પહોંચીને શ્રી બુટાણીએ બાંધકામ સ્થળ પર ચાલી રહેલા કામની સમીક્ષા કરી હતી. મુખ્ય પ્રોજેક્ટ મેનેજર (બાંધકામ) અમદાવાદ શ્રી રાજેન્દ્ર કુમારે તેમને સ્ટેશન પર થઈ રહેલા વિવિધ પુનઃવિકાસના કામોની સ્થિતિ વિશે માહિતી આપી હતી.
આ દરમિયાન, અપર મહાપ્રબંધક શ્રી બુટાની ની સાથે, શ્રી સંજીવ કુમાર, ચીફ પ્રોજેક્ટ મેનેજર, રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA), શ્રી રાજેન્દ્ર કુમાર, ચીફ પ્રોજેક્ટ મેનેજર (બાંધકામ), અમદાવાદ અને શ્રી લોકેશ કુમાર, અપર મંડળ રેલ પ્રબંધક અને મંડળ ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.