અમદાવાદ સ્ટેશન પર ટિકિટ ચેકિંગમાંથી 23.23 કરોડ દંડ વસૂલાયો
અમદાવાદ સ્ટેશન પર ટિકિટ ચકાસણી કામગીરી દરમિયાન દંડની રેકોર્ડ રકમ પ્રાપ્ત થઈ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના તમામ અધિકૃત મુસાફરો ને મુશ્કેલી મુક્ત, આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા મેલ/એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વિના/અનિયમિત ટિકિટ લઈને કરતા મુસાફરોને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદ મંડળ દ્વારા ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 1 એપ્રિલ, 2022થી 31 જાન્યુઆરી2023, ની વચ્ચે મંડળ દ્વારા રૂ. 23.23 કરોડની આવક પ્રાપ્ત કરવામાં આવી છે. જે ગત વર્ષ કરતા 65.30% વધુ છે. અમદાવાદ મંડળનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
આ દરમિયાન ટિકિટ વિના મુસાફરીના કુલ 285465 કેસ, અનિયમિત મુસાફરી ના 47258 કેસ, બુક વગરના સામાનના 925 કેસ મળીને કુલ 23.23 કરોડની આવક થઈ છે.
પશ્ચિમ રેલવે દ્વારા સામાન્ય જનતાને હંમેશા યોગ્ય અને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે.