Western Times News

Gujarati News

અમદાવાદ ખાતે “સ્વચ્છ પરિસર” દિવસ તરીકેની ઉજવણી કરાઈ

અમદાવાદ મંડળ ખાતે 16મી સપ્ટેમ્બર, 2022થી “સ્વચ્છતા પખવાડિયા”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, 22 સપ્ટેમ્બર, 2022ને “સ્વચ્છ પરિસર” દિવસ તરીકે ઉજવવામાં આવેલ.

આ દિવસે મંડળના તમામ સ્ટેશનો/ડેપો/હોસ્પિટલ/આરોગ્ય એકમો/કોલોની/રનિંગ રૂમ વગેરેની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. પાર્કિંગ વિસ્તાર અને સરક્યુલેટિંગ એરિયામાંથી કચરો દૂર કરવામાં આવેલ. સ્ટેશનો પર સ્વચ્છતા જાળવી રાખવા માટે “શું કરવું અને શું ના કરવું” સંબંધિત પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.

સૂકો કચરો અને ભીનો કચરો અલગ રાખવા માટે ડસ્ટબીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. મચ્છરોથી બચવા માટે ફ્યુમીગેશન કરવામાં આવ્યું હતું. પર્યાવરણની સુંદરતા જાળવવા વૃક્ષોની છટણી કરવામાં આવી હતી.

અમદાવાદ મંડળના વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હર્ષદકુમાર વાણિયાના માર્ગદર્શન હેઠળ મેડીકલ વિભાગના સહયોગથી મંડળની 11 રેલવે કોલોનીઓ જેમાં જૂની રેલવે કોલોની અને નવી રેલવે કોલોની સાબરમતી, ખોખરા રેલવે કોલોની, મણિનગર અને મહેસાણા, પાલનપુર, ગાંધીધામ, કાલુપુર,

હિંમતનગર, વિરમગામ ધાંગધ્રા ખાતે આવેલી રેલવે કોલોનીઓમાં કર્મચારી કલ્યાણ નિરીક્ષકો અને આરોગ્ય નિરીક્ષકોની મદદથી સઘન સફાઈ કરવામાં આવી હતી.આ સાથે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા રેલવે કોલોનીઓમાં પેઇન્ટિંગનું કામ પણ મોટાપાયે કરવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.