Western Times News

Gujarati News

મકરબામાં ૨૪ કલાકમાં બે ભૂવા પડ્યા, NID પાસે રોડ બેસી ગયો

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, મકરબામાં ૨૪ કલાકમાં બે ભૂવા પડ્યા, એનઆઈડી પાસે રોડ બેસી ગયોસ્માર્ટ અને હેરિટેજ સિટી તરીકેની ઓળખ મેળવ્યા બાદ હવે અમદાવાદ ભૂવા સિટી તરીકે ઓળખાવા લાગ્યું છે.

શહેરમાં સિઝન કોઈપણ ઋતુની હોય રસ્તા પર ભૂવા પડવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.શહેરમાં મકરબા મેઈન રોડ સિક્સ લેન બન્યાને હજી વધુ સમય નથી થયો ત્યાં ગઈકાલે ભૂવો પડતાં એક રિક્ષા ભૂવામાં ખાબકતાં ડ્રાઈવરને ઈજા પહોંચી હતી. આ ઘટનાના ૨૪ કલાક બાદ આજે સવારે વધુ એક ભૂવો પડ્યો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના મકરબા વિસ્તારમાં પોલીસ હેડ ક્વાર્ટર પાસે ૨૪ કલાકમાં બે ભૂવા પડવાની ઘટના સામે આવી છે.

ગઈકાલે ભૂવો પડતા એક રિક્ષા તેમાં ખાબકી હતી અને તેના ચાલકને ઈજા થઈ હતી. ત્યારે ગઈકાલે રાત્રે વરસાદ થયા બાદ આજે સવારે વધુ એક ભૂવો પડ્યો છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે ૨૪ કલાકમાં ૨ ભૂવા પડ્યા છે. ગઈકાલે ભૂવો પડ્યો તેમાં એક વ્યક્તિને ઇજા થઈ છે તેની હજી તો સારવાર ચાલી રહી છે. ચોમાસા પહેલા જ ભૂવા પડવાની ઘટનાઓ બનતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે

બીજી તરફ શહેરમાં એનઆઈડી પાસે રોડ બેસી ગયો છે. જમાલપુરથી એનઆઈડી તરફના ટ‹નગ પાસે ભૂવો પડ્યો છે. આ ભૂવો પડતા મહાનગર પાલિકાએ બેરીકેટિંગ પણ કર્યું નથી. તે ઉપરાંત જોધપુર રોડ પર કારચાલક ખાડામાં પડ્યો હતો. સ્થાનિકોએ કારચાલકને દોરડા વડે બહાર કાઢ્યો હતો. આ ઘટના અંગે એએમસી વોટર સપ્લાય કમિટી ચેરમેન દિલીપ બગરિયાએ અમદાવાદમાં પડેલા ભૂવાને લઈ નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, મનપામાં પહેલા આ વિસ્તાર ઔડામાં હતો. અહીંથી ૪૦થી ૪૫ વર્ષ જૂની ડ્રેનેજ લાઇન પસાર થાય છે. ડ્રેનેજ લાઈનમાં ગેસ ઉત્પન્ન થતા લાઈનો નબળી પડી ગઈ છે. અત્યારે ઘણી જગ્યાએ નવી ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલુ છે. જેથી માટી બેસી જવાને કારણે ભૂવા પડ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.