બે ટ્રક અથડાતા મોટો બ્લાસ્ટ થયોઃ કલાકો સુધી ટ્રાફિક જામ
અમદાવાદ-રાજકોટ હાઈવે પર બે ટ્રક અથડાતા જોરદાર બ્લાસ્ટઃ બેનાં મોત- ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લીધીઃ કલાકો સુધી ટ્રાફિક જામ
અમદાવાદ, જયપુરમાં પેટ્રોલ પંચ પાસે એલપીજી ટ્રક અને સીએનજી ટ્રક વચ્ચે થયેલા અકસ્માત બાદ સર્જાયેલા મોતના તાંડવની શાહી હજુ સૂકાઈ નથી ત્યારે આજે વહેલી પરોઢે અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવો જ એક અકસ્માત સર્જાયો છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર બની છે. બે ટ્રક અથડાતા જોરદાર બ્લાસ્ટ થયો હતો જેમાં બે લોકોનાં મોત થયા છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે.
ગુજરાતના હાઈવે અકસ્માતના કારણે અનેક વખતે રકતરંજિત થતા હોય છે. દર એકાદ-બે દિવસે ગુજરાતના વિવિધ હાઈવે પર અકસ્માત સર્જાય છે. અકસ્માત થવા પાછળ અનેક કારણો છે જેના કારણે મોતનો ખેલ ખેલાયો હોય છે. આજે વહેલી પરોઢે અમદાવાદ-રાજકોટ હાઈવે પર એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોનાં કરૂણ મોત થયા છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે જેમાં બાવળા, અને બગોદરા વચ્ચેના ભમાસરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો.
બગોદરાથી અમદાવાદ તરફ પૂરઝડપે જતી કાપડ ભરેલી ટ્રકનું ટાયર ફાટતાં બાવળાથી બગોદરા તરફ જતી ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કુલ ચાર ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. મળતી વિગતો મુજબ ટ્રક એકાએક અથડાતા બ્લાસ્ટ થયો હતો જેમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માત અને આગની ઘટનામાં એક ટ્રકમાં સવાર બે લોકોનાં મોત થયા છે જ્યારે બે લોકોને ઈજા પહોંચી છે.
અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવે પરના ભમાસરા ગામ પાસે રાજસ્થાનના જયપુર અકસ્માત જેવી ઘટના બની છે. વાસ્તવમાં અહીં કાપડ ભરેલી ટ્રક અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જો કે, અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી જતાં ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો પણ અસરગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટનામાં બે ટ્રકના બે લોકો ઘાયલ થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં એક ટ્રકમાં સવાર બે લોકોનાં મોત થયા હતા.
બાવળાથી બગોદરા તરફ જતી ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી. વહેલી પરોઢે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. વાહનોમાં આગ લાગતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક જામને ભારે જહેમત બાદ હળવો કર્યો હતો. હવે સામે આવ્યું છે કે કાપડ ભરેલી ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી.
આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારીની કંપનીની હતી. ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીણભાઈ રજા પર ગયો હતો તો મૃતક કમલભાઈ તેમની જગ્યા પર આવ્યા હતા. નોંધનીય છે કે, અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર કમલભાઈનું મોત થયું છે જ્યારે અન્ય એક મેસેન્જર હોવાની વાત સામે આવી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. કાતિલ ઠંડીમાં આગતા દૃશ્યો જોતાં રાહદારીઓ ગભરાઈ ગયા હતા અને મદદ માટે દોડી આવ્યા હતા.