Western Times News

Gujarati News

અમદાવાદમાં દિવાળીની રાતે ૩૦થી વધુ જગ્યાએ આગ લાગવાની ઘટના

પ્રતિકાત્મક

અમદાવાદ, રાજ્યમાં ગુજરાતીઓએ સોમવારે ધામધૂમપૂર્વક દિવાળીની ઉજવણી કરી હતી. તો બીજી બાજુ સુરત, વડોદરા અને અમદાવાદમાં ભીષણ આગના બનાવ સામે આવ્યા છે. જાેકે સદનસીબે કોઇ જાનહાનીના બનાવ સામે આવ્યાં નથી.

દિવાળીની રાતે ફટાકડાના તણખલાને કારણે આગ લાગવાની ઘટના બની છે. સુરતના વેસુ વિસ્તારમાં બંધ મકાનની બાલ્કનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ સાથે અમદાવાદમાં દિવાળીની રાત સુધીમાં આગનાં ૩૦થી વધુ કોલ મળ્યા હતા.

વડોદરામાં ગોત્રી ગાયત્રી સ્કૂલ સામે ૩ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ સાથે ખિસકોલી સર્કલ પાસે મકાનમાં આગ લાગી હતી. આ તમામ આગ પર ફાયર વિભાગ દ્વારા કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. દિવાળીની રાત્રે અમદાવાદમાં ફાયર વિભાગને આગનાં ૩૦થી વધુ કોલ મળ્યાં હતા.

જેમાંથી મોટાભાગની આગ ફટાકડાને કારણે લાગવાનું સામે આવ્યું છે. જાેકે, સદનસીબે આગના બનાવોમાં મોટી જાનહાની થઇ નથી. શહેરમાં ૩ ગોડાઉન, ૧૧ મકાનોમાં ભીષણ આગ લાગી હતી. ભીષણ આગમાં ૫ ગેસ સિલિન્ડરમાં પણ વિસ્ફોટ થયાની માહિતી મળી રહી છે. શહેરના અસારવા કડિયાની ચાલી પાસે આગ લાગી હતી. ત્યાં ભંગારની દુકાનમાં ભીષણ આગ લાગી હતી.

જાેકે. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. વડોદરામાં પણ દિવાળીની રાત્રે આગના બનાવો બન્યા હતા. વડોદરામાં ગોત્રી ગાયત્રી સ્કૂલ સામે ૩ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ સાથે ખિસકોલી સર્કલ પાસે મકાનમાં આગ લાગી હતી.

શહેરના ફરાસખાના, પ્લાયવુડ, કાંચના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જેના કારણે આ ત્રણેય ગોડાઉન બળીને ખાખ થઇ ગયા હતા. આ આગ પર કાબુ મેળવવા માટે ૫થી વધુ ફાયરની ટીમો કામે લાગી હતી. ખિસકોલી સર્કલ પાસે વુડાના મકાનમાં પણ આગ લાગી હતી.

જાેકે, સદનસીબે આગની ઘટનાઓમાં કોઈ જાનહાની થઇ નથી. સુરતના વેસુ વિસ્તારમાં પણ મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવ્યો છે. ઓફિરા બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. આ ફ્લેટમાં રહેતો પરિવાર બે દિવસ પહેલા જ દુબઇ ફરવા ગયા હતા.

આ દરમિયાન દિવાળીની રાતે બિલ્ડિંગની ગેલેરીમાં આગ લાગી હતી. પરિવાર ઘરમાં ન હોવાથી આ જાનહાની સર્જાઇ હતી. આ સાથે શહેરના મનપાના પ્લોટમાં કચરાના ઢગલામાં આગ લાગી છે. ફટાકડાંના તણખલાને કારણે કચરામાં આગ લાગી હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.