ઊંચા ભાવ આપીને પણ ટિકિટ ખરીદી ભારત-ઈંગ્લેન્ડ મેચનો આનંદ માણવા માગતા અમદાવાદીઓ

મોદી સ્ટેડિયમ પર બુધવારે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાશે
(એજન્સી)અમદાવાદ, ક્રિકેટના ચાહકો માટે ૧૨ તારીખનો દિવસ અમદાવાદમાં મજાનો સાબિત થવાનો છે. કારણ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વન ડે મેચ રમાવા જઈ રહી છે. The Indian and England cricket teams arrived at Ahmedabad Airport ahead of their 3rd ODI match at Narendra Modi Stadium, Ahmedabad, Gujarat
આ મેચ જોવા માટે યુવાનો અને ખાસ તો ક્રિકેટના રસિયાઓએ ૧૨ ફેબ્રુઆરીની આ મેચ માટે ટિકિટની વેતરણમાં પડ્યા હશે. દરમિયાન સોમવારે મોડી સાંજે બન્ને ટીમો અમદાવાદ આવી પહોંચી હતી. બન્ને ટીમોને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. જેના માટે ટિકિટ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકાશે. સૌથી મોટી વાત એ છે કે આ ટિકિટનો ભાવ તાજેતરમાં ૫૦૦થી લઈને ૧૨૫૦૦ સુધીનો ભાવ છે.
ત્યારે હાલમાં આ ટિકિટ ખરીદવા માટે લોકોને સ્ટેડિયમ ખાતે ઉમટી રહ્યા છે અને ઊંચા દામ આપીને પણ ટિકિટ ખરીદી આ મેચનો આનંદ માણવા માગતા અનેક લોકો આપને સ્ટેડિયમ બહાર જોવા મળી જશે.
અહીં ઉલ્લેખનિય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન ડે ૬ ફેબ્રુઆરીના રોજ નાગપુરમાં રમાઈ હતી, જ્યારે બીજી વન ડે મેચ કટકમાં ૯ ફેબ્રુઆરીના રોજ રમાઈ હતી. જ્યારે હવે ત્રીજી વન ડે મેચ ૧૨ ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં રમાવાની છે.
આ મેચ જોવા માટે કેટલાય ક્રિકેટના ચાહકો અત્યારથી આતુર છે. અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ જોવા માટે ટિકિટ લઈને જેવું પડશે. તેના માટે ટિકિટનું વેચાણ ૯ ફેબ્રુઆરીથી શરુ થઈ ગયું છે.
સ્ટેડિયમ ખાતેથી પણ લોકો ઊંચા દામ આપીને ટિકિટ ખરીદી રહ્યા છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનની જાહેરાત અનુસાર, આ મેચની ટિકિટનું ઓનલાઈન વેચાણ ૪ ફેબ્રુઆરીથી બુક માય શો એપ પર શરુ થઈ ગયું છે.
આ ટિકિટ ખરીદવાના લોકોને ટિકિટ તેમના આપેલા સરનામા પર પહોંચાડવામાં આવશે. જ્યારે આવી જ રીતે તમારે ફિઝિકલ ટિકિટ ખરીદવા હોય તો ૯-૧૧ ફેબ્રુઆરીની વચ્ચે ખરીદી શકાય છે. જ્યાં સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી સ્ટેડિયમ ખાતેથી ટિકિટ મળી રહેશે.
ત્યારે આ ટિકિટ ખરીદવા માટે હજુ કાલના દિવસનો સમય છે. કેમ કે ૧૨ તારીખે મેચ રમાવાની છે. ભારત અને ઈંગ્લેન્ડની મેચ જોવા માટે લોકો ઉત્સાહિત છે. જેના માટે ૫૦૦-૧૨૫૦૦ રુપિયા ખર્ચીને પણ ટિકિટ લેવા પડાપડી થઈ રહી છે.