Western Times News

Gujarati News

છાકટા બનેલા માથાભારે યુવાનોએ રીવરફ્રન્ટ વોક વે પર ગાડી દોડાવી સ્ટંટ કર્યા

વોક વે પર ખાનગી વાહન ચલાવવાની પરવાનગી નથી

(એજન્સી)અમદાવાદ, આજના યુવાનોને રિલ્સનું ઘેલુ લાગ્યું છે. રિલ્સના ચક્કરમાં નબીરાઓ કાયદો અને નિયમોને નેવે મૂકી સ્ટંટ કરતા વીડિયો બનાવતા જોવા મળે છે. તાજેતરમાં જ અમદાવાદની ફતેહવાડી કેનાલમાં રીલ્સના ચક્કરમાં ૩ યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકતાં મોત નીપજ્યા હતા.

ત્યારે હવે અમદાવાદ રિવરફ્રન્ટ વોક વે પર પ્રતિબંધ હોવા છતાં કાર દોડાવતા નબીરાઓ જોવા મળ્યા છે. જ્યારે બીજી તરફ વલસાડ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં કારમાં ઊભા રહી વિદ્યાર્થીઓએ જોખમી સ્ટન્ટ કર્યા કર્યા હતા અને ડીજેના તાલે ઝુમ્યા હતા.

અમદાવાદના રિવરફ્રન્ટ વોક વે પર ખાનગી વાહન ચલાવવાની પરવાનગી નથી. ત્યારે કેટલાક યુવાનોએ વોક વે પર કાર દોડાવી સ્ટંટ કર્યા હતા. રિવરફ્રન્ટ વોક વે પર પૂરપાટ ઝડપે કાર દોડાવી જીવ જોખમાં મૂક્્યો હતો. ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થઇ રહ્યા છે. આ નબીરાઓ કોની પરમીશનથી અંદર કાર લઇ ગયા હતા.

અમદાવાદમાં હજુ પણ નબીરાઓ જપતા નથી,રિવરફ્રન્ટ પર પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉઠયા છે,તો રિવરફ્રન્ટ વોક વે પર પ્રતિબંધ હોવા છતા નબીરાએ કાર દોડાવી હતી,તો કોની પરમિશનથી અંદર કાર લઈને ગયા તે સવાલ સૌથી મોટો છે,શું પોલીસના કોઈ કર્મચારીની મહેરબાનીથી કાર લઈને અંદર ગયા કે શું તેને લઈ સવાલો ઉભા થયા છે. આ સ્ટંટ દરમિયાન કોઇ અકસ્માત સર્જાય છે તો તેના માટે કોણ જવાબદાર એ પણ એક મોટો પ્રશ્ન છે.

આ વીડિયો પાલડી રિવરફ્રન્ટનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિડીયોમાં કારનો નંબર દેખાય રહ્યો છે તેના આધારે પોલીસ આરોપીની ધરપકડ કરી ગુનો દાખલ કરે તે જરૂરી છે.

જો સ્ટંટ દરમિયાન કોઈ અકસ્માત થશે તો તેના માટે કોન જવાબદાર રહેશે તે પણ એક સવાલ છે.હિંદી ગીતો વગાડીને યુવકે રીલ બનાવી હોવાની વાત પણ સામે આવી છે.

આ વીડિયો પાલડીના રિવરફ્રન્ટ પરનો છે અને પોલીસ સ્ટેશનની સામેથી જ રિવરફ્રન્ટમાં કાર લઈને ઉતરવાનો રસ્તો છે,પોલીસ પણ ત્યાં બેઠી હોય છે તેમ છત્તા કઈ રીતે કાર લઈને અંદર ગયો તેની પર પણ સવાલ ઉભા થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.