Western Times News

Gujarati News

નવા મ્યુનિ. કમિશ્નરે અમદાવાદના રોડના કામો પર ખાસ ભાર મુકયો

પ્રતિકાત્મક

નવનિયુક્ત મ્યુનિ. કમિશ્નરે રોડ પેચવર્ક- સફાઈ પર ધ્યાન આપવા અધિકારીઓને તાકિદ કરી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના નવનિયુક્ત કમિશ્નર એમ. થેનારસને શુક્રવારે વિધિવત હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો હતો તથા ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરોની ઝોન અને ખાતાની ફાળવણી પણ કરી હતી.

નવનિયુક્ત કમિશ્નરે મોડી સાંજે તમામ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં સફાઈ અને રોડના કામો પર ખાસ ભાર મુકયો હતો.

અમદાવાદ શહેરમાં ઘણા સમયથી રોડ અને સફાઈની સમસ્યા જાેવા મળે છે મ્યુનિ. કમિશ્નર એમ. થેનારસને રીવ્યુ મિટીંગમાં આ બે મહત્વના મુદ્દા આવરી લીધા હતા તેમજ પેચવર્કની ગુણવત્તા સુધારો કરવા અને નવા રોડ- પેચવર્ક કામ માટેના આયોજન અંગેની વિગત તૈયાર કરવા ઈજનેર અધિકારીઓને સુચના આપી હતી.

મ્યુનિ. કમિશ્નરે બેઠકમાં આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશ્નરોની કામગીરી સામે પરોક્ષ રીતે નારાજગી વ્યકત કરી હતી. શહેરની સફાઈ માટે આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશ્નરોને ધ્યાન આપવા ખાસ તાકીદ કરવામાં આવી હતી તેવી જ રીતે શહેરના ર૦૦ કરતા વધુ બગીચાઓમાં ઝાડ પાનની યોગ્ય માવજત થાય તે માટે પણ સુચના આપી હતી.

સાથે સાથે ડીવાઈડર અને તેના પ્લાન્ટેશન માટે વીઆઈપીઓના આગમન સમયે જે ધ્યાન રાખવામાં આવે છે તે પ્રકારનું ધ્યાન બારે મહિના રાખવામાં આવે તેવી તાકિદ બગીચા ખાતાના અધિકારીઓને પણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.