Western Times News

Gujarati News

સાબરમતી નદીમાં પ્રદૂષણ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ

File

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યુ છે. આ અંગે ગુજરાત હાઈકોર્ટની વધુ એક ફટકાર બાદ અધિકારીઓ દોડતા થયા છે અને તાત્કાલિક પ્રદૂષિત પાણી બંધ કરવાના આદેશ અપાયા છે. જો કે નારોલ સીઈટીપી માંથી નદીમાં સતત પ્રદૂષિત પાણી આવી રહ્યુ છે.

સાબરમતી નદીમાં ઠલવાતા પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની રિટ અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીપીસીબીનો ઉધડો લીધો હતો અને પ્રદૂષણ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યુ હોવાની ફટકાર પણ લગાવી હતી. હાઈકોર્ટની વધુ એક ફટકાર બાદ તંત્રના અધિકારીઓ દોડતા થયા છે. જો કે નારોલ જીપીસીબીમાંથી નદીમાં સતત પ્રદૂષિત પાણી આવી રહ્યુ છે. નદીમાં ઠલવાતુ પ્રદૂષણ રોકવામાં હજુ પણ એએમસી અને જીપીસીબી નિષ્ફળ નિવડ્યુ છે.

હાઈકોર્ટના ફટકાર બાદ હવે સીઈટીપી આઉટલેટમાંથી સાબરમતી નદીમાં ઠલવાતુ પ્રદૂષિત પાણી તાત્કાલિક બંધ કરવાના આદેશ અપાયા છે. આ આદેશ બાદ પણ નદીમાં પ્રદૂષિત પાણીની આવક યથાવત છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે પ્રદૂષિત પાણીનો વીડિયો જોઈ તાત્કાલિક સુનાવણી યોજી હતી. સુનાવણી યોજીને પ્રદૂષણ અંગે તંત્રને ફટકાર લગાવી હતી.

હાઈકોર્ટે આ મામલે અમ્યકોનો ઉધડો લીધો હતો અને ટકોરકરી હતી કે આ પીઆએલ સાબરમતી નદીને બચાવવા માટેની છે અને તમે બધા સત્તાવાળાઓ સંતાકુકડીની રમત રમી રહ્યા છો. અમ્યુકો, જીપીસીબીજોઈન્ટ ટાસ્ક ફોર્સ સહિતના તમામ કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાસ્તવમાં તમે બધા કંઈ કરતા જ નથી. હાઈકોટ એએમસીના સત્તાધિશોને એવી પણ ટકોર કરી કે તમારા બધાનું કામ ‘પકડો તો જાને’ જેવુ કામકાજ છે.

આ અંગે હાઈકોર્ટે અમદાવાદ મનપા કમિશનરને સોગંદનામુ રજૂ કરવા ફરમાન કર્યુ હતુ. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તમામ ૭ કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યક્ષમતા, તેની સ્થિતિ, છેલ્લા છ મહિનામાં તમામ સીઈટીપીના કરાયેલા નિરીક્ષણનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.