Western Times News

Gujarati News

સાબરમતી નદીના વહેતાં નીરમાં હલેસાં મારીને બોટ હંકારવાનો રોમાંચ હવે મળશે

સવારના ૬થી ૧૦ અને સાંજના ૪થી૭ સુધી કાયાકિંગ બોટનું ભાડું પ્રતિવ્યક્તિ રૂ.૬૦૦

અમદાવાદ, હવે નદીના વહેતાં નીરમાં હલેસાં મારીને બોટ હંકારવાનો રોમાંચ માણવા માટે શોખીન અમદાવાદીઓને છેક વડોદરા પાસેની મહીસાગર નદી સુધી લાંબા નહીં જવું પડે, કેમ કે મ્યુનિ.સત્તાધીશો ઘરઆંગણે જ ક્રીડાપ્રેમીઓને આવો આનંદ આપવા જઇ રહ્યા છે.

રિવરફ્રન્ટમાં આવી બોટ હંકારવાનું ભાડું પણ નિસ્ચિત થઈ ગયું હોઈ તે સવારના ૬.૦૦થી ૧૦.૦૦ વાગ્યા સુધી અને સાંજના ૪.૦૦૦થી ૭.૦૦ વાગ્યાના પ્રાઈમ ટાઈમમાં વ્યક્તિદીઠ રૂ.૬૦૦ છે, જ્યારે બપોરના સમયગાળામાં એટલે કે બપોરના ૩.૦૦થી ૪.૦૦ વચ્ચે આ ભાડું અડધોઅડધ ઘટાડીને પ્રતિવ્યક્તિ રૂ.૩૦૦ રખાયું છે, જાેકે આનાથી સાબરમતી રિવરફ્રન્ટના આકર્ષણમાં ચોક્કસ વધારો થશે.

મ્યુનિસિપલ તંત્ર દ્વારા આતીકાલથી શહેરીજનો માટે કાયાકિંગ બોટ શરૂ કરાશે. આ બોટમાં બેસીને લોકો હલેસાં મારીને નદીમાં મોજ માણી શકશે. કાયાકિંગ બોટ હોલો બોટ હોઈ તે પાણીમાં ડૂબતી નથી તેમજ વજનમાં સાવ હળવી હોઈ તેને હાથથી ઊંચકીને પણ ચાલી શકાય તેમ છે.

કાયાકિંગ બોટનો કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સી આજથી સવારના ૬.૦૦ વાગ્યાથી તેનો નાગરિકો માટે પ્રારંભ કરશે. શહેરીજનો સરદારબ્રિજ સુધીના રૂટ પર ૪૫ મિનિટ સુધી બોટની સહેલગાહ માણી શકાશે.

સાબરમતી રિવરફ્રન્ટમાં નવા પ્રકારની બોટ એક્ટિવિટી શરૂ કરનાર એજન્સી પાસેથી તંત્ર દર મહિને રૂ.એક લાખની આવક મેળવશે. એજન્સીને બે વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ તંત્ર દ્વારા અપાયો છે. એજન્સી દ્વારા ત્રણ સિંગલ સીટર અને સાત ડબલ સીટર એમ કુલ દસ કાયાકિંગ બોટ આવતી કાલ સવારથી લોકો માટે રિવરફ્રન્ટમાં તરતી મુકાશે.

કાયાકિંગ બોટની મોજ માણવા માટે નાગરિકોએ ઓનલાઈન બુકિંગ કરાવવું પડશે, જે માટે અમદાવાદ કાયાક્સની એન્ટાર્કટિકા.કોમ પર બુકિંગ કરાવવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.