અમદાવાદમાં સત્યાગ્રહ છાવણી પરિવાર દ્વારા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/01/satyagrah-chhavni-e1706177512949-1024x691.jpg)
ભગવાન શ્રીરામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી .
ત્યારે ગુજરાત વડાપ્રધાનની આ અપીલનો ઉમંગ ઉલ્લાસ સાથે પ્રતિસાદ આપી નગરો, મહાનગરો, ગામોમાં ઠેરઠેર દિપોત્સવનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંધ્યા સમયે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા .આ સાથે શહેરમાં આવેલ ખ્યાતનામ સોસાયટી સત્યાગ્રહ છાવણીમાં પણ 500 જેટલા મીઠાઈ બોક્સનું વિતરણ કરી શ્રી રામચંદ્રજીના અયોધ્યા આગમન અવસરના વધામણાં કર્યા હતા.
-Madhu Shah