મ્યુનિ. વિદ્યાર્થીઓ માટે પ્રથમ વખત સ્કીલ ડેવલપમેન્ટ માટે બજેટમાં જોગવાઇ
સરદાર પટેલની ૧૫૦મીં જન્મ જયંતી નિમિતે વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમ થશે: ડો. સુજય મહેતા
(પ્રતિનિધિ)અમદાવાદ આગામી નાણાકીય વર્ષના બજેટમાં અમદાવાદ શહેરની મ્યુનિ. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ જીવન ઉપયોગી વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવે. વિદ્યાર્થીઓના શિક્ષણમાં ટેકનોલોજી અને સ્કિલ ડેવલોપમેન્ટ પર ભાર મુકવામાં આવે અને તેમનો સર્વાંગીણ વિકાસ થાય તેવા કામો હાથ ધરવામાં આવશે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગત વર્ષે જોગવાઈ કરવામાં આવેલ બજેટલક્ષી કામો મહદ્ અંશે પૂર્ણ કરવામાં આવ્યા છે તેમજ કેટલાંક બાકી રહેતા કામો તા.૩૧-૦૩-૨૦૨૫ પહેલા પૂર્ણ થાય તે પ્રકારના આયોજન કરવામાં આવશે. સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતી ને ધ્યાનમાં રાખી વિવિધ પ્રવત્તિઓના આયોજન થશે.
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ચેરમેન ડો.સુજય મહેતા ના જણાવ્યા મુજબ શાસનાધિકારી લ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા રૂ.૧૧૪૩ કરોડના ડ્રાફ્ટ બજેટમાં સ્કૂલ બોર્ડ કમિટી દ્વારા રૂ.૧૨ કરોડના સુધારા સૂચવી કુલ રૂ.૧૧૫૫ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. કમિટી સભ્યો તરફથી જે સુધારા રજૂ કરવામાં આવ્યા છે
તેમાં બાલવાટિકા, રેઇન વોટર હાર્વેસ્ટ, હેરિટેજ સિટી લોકગાઇડ, શાળા સજ્જતા, સ્પોટ્ર્સ, યોગ તેમજ પરંપરાગત રમતો, હેપિનેસ ઇન્ડેક્ષ વગેરે મુખ્ય છે. સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રથમ વખત જ રમત ગમત અને પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે બજેટ ફાળવવામાં આવ્યુ છે.
નાણાકિય વર્ષ ૨૦૨૫-૨૬ના આ શતાબ્દી બજેટ વિદ્યાર્થી, વાલી, શિક્ષક અને શાળાને કેન્દ્ર સ્થાને રાખીને તૈયાર કરવામાં આવ્યુ છે. પ્રાયમરી એજયુકેશન ફંડના રૂ.૧૧૫૫ કરોડના અંદાજપત્રમાં ૯૦.૨૨.% એટલે કે રૂ.૧૦૪૨.૦૬ કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ થશે. તથા વિદ્યાર્થી વિકાસ/શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓ પાછળ ૭.૪૬% એટલે કે રૂ. ૮૬.૧૦ કરોડ અને શાળા અને માળખાકીય સુવિધાઓ પાછળ થનાર ૨.૩૨% એટલે કે રૂ. ૨૬.૮૪ કરોડ ખર્ચ થશે.
અમદાવાદ શહેરની મ્યુનિ. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ જીવન ઉપયોગી વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવે. વિદ્યાર્થીઓના શિક્ષણમાં ટેકનોલોજી અને સ્કિલ ડેવલોપમેન્ટ પર ભાર મુકવામાં આવે અને તેમનો સર્વાંગીણ વિકાસ થાય તેવા કામો કરવામાં આવશે. હાલમાં મ્યુનિ. સ્કૂલ બોર્ડની ૪૫૦ શાળાઓમાં મુખ્યત્વે ૪ માધ્યમમાં ૧,૭૦.૫૮૬ વિદ્યાર્થીઓને ૪૩૯૬ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
ન.પ્રા.શિ.સમિતિ, અમદાવાદના ૧૨૯ સ્માર્ટ શાળા કેમ્પસમાં ૮૮,૯૬૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ‘ભિક્ષા નહીં શિક્ષા’ અંતર્ગત ૧૩ સિગ્નલ સ્કૂલમાં કુલ ૧૪૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમ્યાન બાલવાટિકામાં ૧૫૯૩૪ અને ધોરણ – ૧ માં ૨૦૪૦૨ એમ કુલ ૩૬૩૩૬ વિદ્યાર્થીઓએ રેકોર્ડબ્રેક પ્રવેશ મેળવેલ છે. તેમજ છેલ્લા ૧૦ વર્ષમાં ૫૫૬૦૫ જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી મ્યુનિ. શાળાઓમાં પ્રવેશ મેળવેલ છે. ચાલુ વર્ષે ૪૩૯૯ જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી મ્યુનિ. શાળાઓમાં પ્રવેશ મેળવેલ છે.