Western Times News

Gujarati News

શેલામાં મહાકાય ભુવો પડ્‌યો: ગોતામાં બે બસ ફસાઈ

File

અમદાવાદ બેહાલ ઃ ત્રણ કલાકમાં ૬ ઇંચ વરસાદ – ઠેર ઠેર જળબંબાકાર- પાંચ અંડરપાસ બંધ કરાયા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં રવિવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શેલામાં ક્લબ ૦૭ રોડ પર ટ્રક ઉતરી જાય તેવો મહાકાય ભૂવો પડ્‌યો હતો.

અમદાવાદમાં રવિવાર બપોરે ૧૨ઃ૩૦ વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બપોરના ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાકમાં જ શહેરમાં સરેરાશ સવા બે ઇંચ જેટલો વરસાદ પડયો છે સૌથી વધારે વરસાદ પશ્ચિમ વિસ્તારમાં ગોતા અને સાયન્સ સીટી વિસ્તારમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે બોપલ વિસ્તારમાં સાડા છ ઇંચ જેટલો વરસાદ પડ્‌યો હતો.

ચાંદખેડા અને ચાંદલોડિયા વિસ્તારમાં ચાર ઇંચ પડ્‌યો વરસાદ હતો. પૂર્વ વિસ્તારમાં નરોડામાં પાંચ ઇંચ વરસાદ પડ્‌યો હતો.જેના પગલે ઠેર ઠેર અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે અને હજી પણ પાણી ઓસર્યા નથી.

વેજલપુર શ્રી નંદનગર પાસે દર વર્ષે ૨ ઇંચથી વધુ વરસાદ પડતાની સાથે જ પાણી ભરાઈ જાય છે. શ્રી નંદનગર અને સોનલ સિનેમા રોડ પર પાણી ભરાઈ ગયા હતા.તેમજ લોકોને વરસાદી પાણીમાંથી પસાર થવું પડ્‌યું હતું. ચેનપુરથી જગતપુર જવાના રોડ પર ચાચા ચૌધરી કેફે નજીક વરસાદી પાણી ગટરમાંથી બેક મારતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

જેમાં અખબાર નગર, મકરબા, મીઠાખળી, ત્રાગડ અને ગોતા સિલ્વર સ્ટાર અંડરબ્રિજનો સમાવેશ થાય છે. તો સીજી અને શેલા રોડ પાણીમાં ગરકાવ થયો છે. એલિસબ્રીજ પોલીસ લાઇન બહાર પણ પાણી, વાહનો પણ પાણીમાં માંડ પસાર થઈ રહ્યા છે. સિલ્વર ઓક કોલેજ, સરસપુર, કુબેરનગર બજારમાં પણ સારો વરસાદ વરસ્યો છે. તો લા ગાર્ડન પાસે યુવાઓ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.