Ahmedabad:લવ ટ્રાયેન્ગલનો હચમચાવી દેતો કિસ્સો
એક છોકરી માટે 2 મિત્રો વચ્ચે ખેલાયો ખૂની ખેલ
અમદાવાદ, ગુજરાતમાં અવાર નવાર પ્રેમસંબંધ અને શંકાના કારણે હત્યાના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. તેવામાં અત્યારે અમદાવાદનો લવ ટ્રાયેન્ગલ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓને એક જ છોકરી સાથે પ્રેમ થયો અને પછી ખૂની ખેલ રમાયો હતો. Ahmedabad: Shocking case of love triangle
કોઈ ફિલ્મના ક્રાઈમ સીન સમાન ઘટનાક્રમ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. સોલા વિસ્તારમાં બે અલગ અલગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક જ છોકરી સાથે પ્રેમ હોવાના અહેવાલો મળી રહ્યા છે. તેના પરિણામે બંને વચ્ચે બોલાચાલી થઈ અને પછી ધોળા દિવસે એક યુવકે બીજાને ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જાણો આ લવ ટ્રાયેન્ગલનો ચોંકાવનારો કિસ્સો.
સોલા વિસ્તારમાં R C Technical અને Silver Oak College ના ૨ યુવકો વચ્ચે ઝપાઝપી થઈ છે. મીડિયા અહેવાલો પ્રમાણે આ બંને યુવકો એક જ છોકરીના પ્રેમમાં હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તેવામાં અંગત અદાવતે સિલ્વર ઓકમાં ભણતા સાગર પટેલે ગુસ્સામાં બીજા યુવક પ્રિન્સ પર જીવલેણ હુમલો કર્યો હતો.
સાગરે સોમવારે સવારે ૧૧ વાગ્યે પ્રિન્સ પર રેમ્બો ચપ્પા વડે હુમલો કર્યો હતો. આ એટલો ભયંકર હુમલો હતો કે પ્રિન્સના પેટમાંથી આંતરડા બહાર આવી ગયા.
ધોળા દિવસે બંને વચ્ચે ખૂની ખેલ રમાયો હતો. સાગરે ચપ્પાના એટલા બધા વાર કર્યા કે પ્રિન્સના પેટમાંથી આંતરડા બહાર આવી ગયા હતા. એટલું જ નહીં ત્યારપછી પ્રિન્સને તરફડિયા મારતો મૂકીને હુમલો કરનાર સાગર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ લોહીના ખાબોચિયામાં પ્રિન્સને જીવણ મરણ વચ્ચે ફાંફા મારતો જાેયો હતો.
તેવામાં તાત્કાલિક ધોરણે તેના મિત્રોએ પ્રિન્સને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી દીધો હતો. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે પ્રિન્સની સ્થિતિ અત્યારે ગંભીર છે. પ્રિન્સના પેટમાંથી આંતરડા બહાર આવી જતા શરીરમાંથી મોટા પ્રમાણમાં લોહી વહી ગયું છે.
આરોપી સાગર આ હુમલો કર્યા પછી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તેણે પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો છે. અત્યારે પોલીસે તેની તપાસ કરવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે. પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે સૌથી પહેલા ૧૭ વર્ષીય યુવતીએ સાગર સાતે મિત્રતા કરી હતી. ત્યારપછી બંને નજીક આવી ગયા હતા.
આ દરમિયાન સિલ્વર ઓક અને આર.સી ટેકનિકલ નજીકમાં જ હોવાથી આ યુવતીએ પ્રિન્સ સાથે પણ મિત્રતા કરી હતી. વળી સાગર અને પ્રિન્સ ઘણીવાર એકબીજા સાથે ચા પીવા માટે પણ જતા હતા. એટલું જ નહીં કોલેજ પાસે હોવાથી અવાર નવાર મળતા રહેતા હતા.
જાેકે પોલીસે જણાવ્યું કે યુવતીએ જ્યારે પ્રિન્સ સાથે મિત્રતા કરી ત્યારે સાગરને નહોતું ગમ્યું. સાગર અને પ્રિન્સ વચ્ચે આ યુવતીને લઈને એકબીજા સાથે ઘણીવાર ઉગ્ર બોલાચાલી પણ થઈ છે. આ બાબતને લઈને સાગર સતત ગુસ્સામાં રહેતો હતો. જેથી આ કારણોસર સાગરે પ્રિન્સ પર અંગત અદાવતે જીવલેણ હુમલો કર્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.SS1MS