Western Times News

Gujarati News

અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ બંધ રહેવાની ફરિયાદોમાં નોંધપાત્ર ઘટાડો

પ્રતિકાત્મક

સ્ટેન્ડિગ કમિટિ ચેરમેને રાત્રિ રાઉન્ડ શરૂ કરાવ્યા બાદ બર્નીગ રેશિયો ૯૭ ટકા થયો

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝન દરમિયાન વરસાદી પાણીનો ભરાવો, તૂટેલા રોડ, મચ્છરોનો ઉપદ્રવ વગેરેની સાથે સાથે બંધ સ્ટ્રીટ લાઈટની સમસ્યા પણ લગભગ કાયમી બની ગઈ છે. સામાન્ય વરસાદમાં પણ શહેરના રસ્તા પર અંધાર છવાઈ જાય છે.

મ્યુનિ. સત્તાધીશો અને વહીવટી તંત્ર દ્વારા આ દિશામાં છેલ્લા કેટલાક દિવસથી કરવામાં આવેલા ચોકકસ કામના પરિણામે સદર સમસ્યાનું નિવારણ થઈ રહયું છે તેમજ ર સપ્ટેમ્બરના રિપોર્ટ મુજબ શહેરમાં ૯૭ટકા સ્ટ્રીટ લાઈટો ચાલુ હતી. ર૭ ઓગસ્ટથી ર સપ્ટેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન કોર્પોરેશનને બંધ સ્ટ્રીટ લાઈટ અંગેની ૪૪૭૭ ફરિયાદ મળી હતી જે પૈકી ૯ર૩ ફરિયાદ ડુપ્લીકેટ હોવાની વિગતો બહાર આવી છે.

અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝન દરમિયાન જાહેરમાર્ગો પરનો અંધારપટ કાયમી બની રહયો છે. શહેરના મુખ્ય માર્ગો તેમજ આંતરિક રસ્તાઓ પર વરસાદના એકાદ બે ઝાપટામાં જ સ્ટ્રીટ લાઈટો બંધ થતી હોય છે. ચાલુ વર્ષ દરમિયાન પણ શરૂઆતના તબક્કે આ સમસ્યા જોવા મળી હતી. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન રાત્રિ રાઉન્ડ શરૂ કરાવ્યા બાદ સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની ફરિયાદોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ર સપ્ટેમ્બરના રિપોર્ટ મુજબ મધ્યઝોનમાં ૬૭, પૂર્વ-૧૩૦, ઉત્તર-૬પ, ઉ.પ.-૧૪પ, દક્ષિણ-૧૧૮, દ.પશ્ચિમ-૧પ૦ અને પશ્ચિમ-ર૧પ મળી કુલ ૮૯૦ લાઈટો બંધ હતી જયારે રિવરફ્રંટ પર માત્ર પ૧ લાઈટો બંધ હતી આમ સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેવાની ટકાવારી ૯૭ ટકા રહી હતી.

મ્યુનિ. કોર્પોરેશને છેલ્લા એક સપ્તાહ દરમિયાન ૪૪૭૭ ફરિયાદો સ્ટ્રીટ લાઈટ અંગેની મળી હતી જે પૈકી ૯ર૯ ફરિયાદો ડુપ્લીકેટ હતી જયારે પપ ફરિયાદ ડેવલોપમેન્ટના કામોના કારણે બંધ રહી હતી જેથી ૩૪૯૩ ફરિયાદ જ એક સપ્તાહમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની નોંધાઈ હતી.

અમદાવાદમાં ર૭ ઓગસ્ટથી ર સપ્ટેમ્બર દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ રહેવાની જે ફરિયાદો નોંધાઈ હતી તેમાં દરિયાપુરમાં ૧૧૩, શાહપુર-૧રર, નરોડા-૧૪૩, દાણીલીમડા-૧૦૬, ઈસનપુર-૧૦૭, વેજલપુર-૧૦૬, વટવા-૧૭૦, વાસણા-૧૧ર ફરિયાદ મુખ્ય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.