અમદાવાદના વિદ્યાર્થીનું અમેરિકામાં ઉત્તમ પ્રદર્શન
( પ્રતિનિધિ) અમદાવાદ, અમેરીકાના ન્યુ હેવન સિટીમાં ૭૦૦ વર્ષનો ઇતિહાસ ધરાવતી પ્રખ્યાત યેલ યુનિવર્સિટીના સમર પ્રોગ્રામમાં પોતાના ઉત્તમ કૌશલનું પ્રદર્શન કરી દેવર્ષ કાર્તિકભાઈ પંચાલએ ફક્ત પંચાલ સમાજ નહી સમગ્ર અમદાવાદ શહેરની સાથે ગુજરાત રાજ્ય તથા સમગ્ર ભારત દેશનું નામ રોશન કરેલ છે.
યેલ યુનિવર્સીટી દ્વારા પ્રિ-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્પેશિયલ ક્રેડીટ તથા સ્નાતક અભ્યાસ માટે તેઓને પ્રશિક્ષિત કરવા સમર પ્રોગ્રામ રાખવામાં આવે છે. જે અંતર્ગત તેઓ એન્ટ્રસ એકઝામ લઈ વિદ્યાર્થીઓનું સિલેકશન કરી વિદ્યાર્થીઓને યુનિવર્સીટીમાં આમંત્રીત કરે છે.
દેવર્ષ કાર્તિકભાઈ પંચાલ દ્વારા આ યુનિવર્સિટી દ્વારા રાખવામાં આવેલ એન્ટ્રસ એકઝામ ક્રેક કરી પંદર દિવસના આ સમર પ્રોગામમાં વિશ્વના ૧૫૦ દેશોમાંથી આવેલ વિદ્યાર્થીઓ સાથે સહભાગી થઇ SOLVING GLOBAL CHELLENGES ACADEMIC TRACK અન્વયે CAPSTONE PROJECT કરવામાં આવ્યો હતો
જેનો ટોપીક HOW AI INCREASES AUTOMATION AND DECREASES EMPLOYMENT એજન્ડા વિષય પર પ્રોજેકટ બનાવી યુનિવર્સીટીને સબમિટ કરેલ છે સાથેસાથે દેવર્ષે આ પ્રોગ્રામના ભાગરૂપે આયોજીત સાંસ્કૃતીક કાર્યક્રમમાં ભારતીય પરિધાન પહેરી સુંદર વાંસળી વગાડી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.