અમદાવાદથી ઉપડતી આ ત્રણ સમર સ્પેશિયલ ટ્રેનોની ટ્રીપ લંબાવાઈ

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા અમદાવાદ મંડળની ત્રણ જોડી સમર સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિશેષ ભાડા પર લંબાવેલ છે. મંડળ રેલવે પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે
1. ટ્રેન નંબર 01906 અમદાવાદ – કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ જે અગાઉ 27મી જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 26મી સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ જે અગાઉ 26મી જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને 25મી સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે.
2. ટ્રેન નંબર 04166 અમદાવાદ – આગરા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ જે અગાઉ 29મી જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 28મી સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ જે અગાઉ 28મી જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને 27મી સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે
3. ટ્રેન નંબર 04168 અમદાવાદ – આગરા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ જે અગાઉ 26મી જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 25મી સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર 04167 આગ્રા કેન્ટ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ જે અગાઉ 25મી જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે 24મી સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 01906, 04166 અને 04168ની લંબાવેલ ટ્રિપ્સ માટેનું બુકિંગ 29મી જૂન, 2023થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓએ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.