સ્વચ્છતા પખવાડા અંતર્ગત અમદાવાદમાં ઉજવાયો “સ્વચ્છ ટ્રેક” દિવસ
અમદાવાદ મંડળમાં 16 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2022 સુધી “સ્વચ્છતા પખવાડિયા”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પખવાડિયા દરમિયાન, તેના પરિસરને સુંદર બનાવવા માટે સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
વરિષ્ઠ મંડળ પર્યાવરણ અને ગૃહ વ્યવસ્થા પ્રબંધક શ્રી એસ.ટી.રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે 21મી સપ્ટેમ્બર 2022 ‘સ્વચ્છ ટ્રેક’ની થીમ પર મંડળના તમામ મુખ્ય સ્ટેશનો પર રેલવે રેલવે ટ્રેકની વ્યાપક રીતે સફાઈ કરવામાં આવી હતી.રેલવે ટ્રેકની આસપાસ ઉગેલું ઘાસ દૂર કરવામાં આવ્યું હતું.
તેમજ ડ્રેનેજ ચોક ના થઈ જાય તે માટે ટ્રેક વચ્ચેની ગટરોની પણ સારી રીતે સફાઈ કરવામાં આવી હતી. ભીનો કચરો, સૂકો કચરો અને પ્લાસ્ટિકનો કચરો અલગ-અલગ ડસ્ટબિનમાં નાખવા માટે યાત્રીઓને ઉદઘોષણા, બેનરો, પોસ્ટરો, સંદેશાઓ અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સમજાવવામાં આવી રહ્યા છે, જાગૃત કરવામાં આવી રહ્યા છે.
દેશને સ્વચ્છ રાખવા, સિંગલ યુઝ પોલિથીનનો ઉપયોગ ન કરવા, પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સ્ટેશનો, ઓફિસો/રેલવે પરિસર, પ્લેટફોર્મ, ફૂટઓવર બ્રિજ વગેરે પર ગંદકી કરનારાઓને સમજાવવામાં આવી રહ્યા છે.