અમદાવાદના શિક્ષકોએ પણ યુનિફોર્મ પહેરવો પડશે
ગાંધીનગર, ગુજરાતના અમદાવાદમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
તાજેતરમાં સામે આવેલા અહેવાલ મુજબ, ગુજરાતના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવતી શાળાઓમાં વિદ્યાર્થીઓની જેમ શિક્ષકોને પણ ડ્રેસ મળશે. આ અંગે માહિતી મળી છે કે આ ર્નિણયને લઈને દિશા નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે.
અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૧૦૯૪ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક સમાન ડ્રેસ કોડ રાખવાનો મુદ્દો પણ સામેલ છે. ટૂંક સમયમાં શિક્ષકો અને અન્ય લોકોની એક કમિટી બનાવવામાં આવશે અને ડ્રેસ કોડ અંગે ર્નિણય લેશે. કમિટીમાં શિક્ષણ અધિકારીઓથી લઈને શાળાના શિક્ષકો અને અન્ય સ્ટાફ માટે એક સમાન ડ્રેસ કોડ તૈયાર કરવામાં આવશે.
જ્યારે, ૧૦૯૪ કરોડ રૂપિયાના બજેટમાંથી ૯૪૭ કરોડ રૂપિયા શિક્ષકો અને કર્મચારીઓના પગાર પર ખર્ચવામાં આવશે. જ્યારે બાકીની ૧૪૭ કરોડની રકમ વિદ્યાર્થીઓના વિકાસ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ પાછળ ખર્ચવામાં આવશે. SS3SS