Western Times News

Gujarati News

રૂા.ર૦ની ટીકીટમાં નિયમોનું ચુસ્તપણે પાલન કરતા કંડકટરો

પ્રતિકાત્મક

ચેકીંગ આવે તો 11 વાગ્યા પહેલાં ટીકીટ આપવામાં આવે તો તેમની સામે ખાતાકીય કાર્યવાહી થઈ શકે છે. પરિણામે કંડકટરો જ ટીકીટ આપતા ખચકાતા હોય છે.

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મહિલાઓ માટે સવારે ૧૧ વાગ્યાથી રૂા.ર૦ની ટીકીટ શરૂ કરાયા પછી તેને વ્યાપક આવકાર મળી રહ્યો છે.

મહિલા પેસેન્જરો રૂા.ર૦ની ટીકીટ માંગે છે. પરંતુ તે ટીકીટ ૧૧ વાગ્યે જ આપવાની હોય છે. લાલબસના કંડકટર તેમાં કોઈપણ જાતની બેદરકારી બતાવતા નથી. એક-બે મીનિટ બાકી હોય તો પણ તેઓ ટીકીટ આપતા જ નથી. તેને લઈને અનેક મહિલા મુસાફરો કંડકટરોનેે વિનંતી કરતા અગર તા ચડભડ કરતા જાેવા મળે છે.

કંડકટરો સ્પષ્ટપણે જણાવી દે છે કે ૧૧ ના ટકોરે જ ટીકીટ મળશે. કારણ કે મશીનમાં ટીકીટ કાપે ત્યારે તેમાં સમય આવતો હોય છે. તેથી ચેકીંગ આવે તો સમય કરતા પહેલાં ટીકીટ આપવામાં આવે તો તેમની સામે ખાતાકીય કાર્યવાહી થઈ શકે છે. પરિણામે કંડકટરો જ ટીકીટ આપતા ખચકાતા હોય છે.

પરંતુ મહિલા પેસેન્જરોને ખબર હોવા છતા તેઓ ઘણી વખત કંડકટર જાેડે ગરમાગરમી કરી નાંખે છે. જ્યારે ઘણા વ્યવહારૂ પેસેન્જર કંડકટરને કાયદાની મર્યાદા નડતી હોવાનું સમજેે છે. અને આગળના બસ સ્ટેન્ડેે ઉતરી જઈને બીજી બસમાં બેસી જાય છે.

એ.એમ.ટી.એસની મહિલાઓ માટે રૂા.ર૦ ની ટીકીટને મહિલા મુસાફરોમાં સારો એવો આવકાર મળી રહ્યો છે. તેમાંય હાલમાં વેકેશનનો માહોલ હોવાથી મહિલાઓ પરવારીને જ ખરીદી કરવા નીકળતી હોવાથી લાલ બસના સત્તાવાળાઓનો નિર્ણય મહિલાઓ માટેે આશિર્વાદ સમાન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.