અમદાવાદમાં યોજાયેલ તિરંગા યાત્રાના રૂટ પર આદર્શ સફાઈની કામગીરી કરવામાં આવી
(પ્રતિનિધિ) અમદાવાદ, ભારત સરકાર દ્વારા રાજ્યના લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે માટે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ અને માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
અને મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો અને અન્ય મહાનુભાવોનીની ઉપસ્થિતિમાં મંગળવારે વિરાટનગર ઝોનલ ઓફિસ (પૂર્વ ઝોન) થી કેસરી નંદન ચોક (ફુવારા સર્કલ) થી ડાબી બાજુ વળી બેટી બચાવો સર્કલ થઈ ઉત્તમનગર ખોડીયાર મંદિર થી જમણી બાજુ વળી
કોઠીયા હો+સ્પિટલ થઈ કેનાલ ક્રોસ કરી જીવણવાડી સર્કલ થઇ ખોડીયાર મંદિર, નિકોલ સુધી તિરંગા પરેડ / યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરભરનાં નાગરીકો આસપાસના રહીશો, સામાજિક સંસ્થાઓ અને શાળાનાં બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહયા હતા.
અમદાવાદમાં #TirangaYatra નું મહિલાઓએ ભાવભેર સ્વાગત કર્યું…#HarGharTiranga2024 #HarGharTirangaGuj #HarGharTirangaGujarat @AmitShah @CMOGuj pic.twitter.com/0bJNR21Fmu
— Info Ahmedabad GoG (@ahmedabad_info) August 13, 2024
મ્યુનિ. સોલિડ વેસ્ટ ડાયરેક્ટર વિજય મિસ્ત્રીના જણાવ્યા મુજબ વિરાટનગરથી શરૂ થયેલ આ તિરંગા યાત્રામાં નાગરીકોની આટલી મોટી સંખ્યામાં હાજરીનાં કારણે વધુ માત્રમાં કચરાની ઉત્પન્ન થવાની શકયતાને ધ્યાને રાખી આદર્શ સફાઈની કામગીરી માટે સોલિડ વેસ્ટ મેનેજમેંટ વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તિરંગા યાત્રાનાં રૂટના અને તેની આજુબાજુના રસ્તાઓ પર જુદા-જુદા વોર્ડના કુલ અંદાજિત ૪૫૦ સફાઈ કામદારોને રસ્તાઓની સંપૂર્ણપણે આદર્શ સફાઈ માટેની કામગીરી સોંપવામાં આવી હતી.
Home Minister @AmitShah flags off the #TirangaYatra in Ahmedabad.
Gujarat CM @Bhupendrapbjp also participated in the yatra. The yatra aims to foster unity and national pride among people. A large number of people took part in the yatra. #HarGharTiranga pic.twitter.com/WyW55ZEKRR
— All India Radio News (@airnewsalerts) August 13, 2024
તિરંગા યાત્રામાં ઉપસ્થિત નાગરીકોનાં આરોગ્યની સુખાકારી સારું હાલમાં ચોમાસાની સીઝનને ધ્યાને રાખીને કચરો એકત્ર કરવા માટે છોટા હાથી, કોમ્પેક્ટર, પ્રકારના વાહનો કામગીરીમાં મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત બોબકેટ, ટ્રેક્ટર-પાવડી જેવી મશીનરી દ્વારા કાદવ-કીચડ પણ દૂર કરવામાં આવ્યો હતો. વધુમાં ડૂલેવો પ્રકારના લેટેસ્ટ ટેક્નોલોજીવાળા અને સ્વીપર મશીનો મારફતે મિકેનાઇઝડ તથા સફાઈ કામદારો દ્વારા મેન્યૂઅલી રસ્તાઓ અને ડીવાઈડરો પર જમાં થયેલ
રેતી – માટી દૂર કરાવવામાં આવેલ હતી. આ ઉપરાંત ૦૩ ન્યૂસન્સ ટેંકરો મારફતે રૂટનાં જાહેર શૌચાલયોની પણ રાઉન્ડ ધી ક્લોક સફાઈ કરવામાં આવેલ આમ, સફાઈ કામગીરીમાં ૪૮ થી વધારે જુદા-જુદા પ્રકારના વાહનો – મશીનરી ઉપયોગમાં લેવામાં આવેલ હતા.ચોમાસાની સીઝનને કારણે રસ્તાઓ પર માખીઓનો ઉપદ્રવ નાં થાય તે સારું રૂટમાં કુલ ૭૦૦૦ કી.ગ્રાથી વધારે મેલેથીયોન અને લાઈમ ડસ્ટ જંતુનાશક પાવડરનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.