Western Times News

Gujarati News

2025માં અમદાવાદથી ધોલેરા 109 કિમી માત્ર 40 મિનિટમાં પહોંચી જવાશે

અમદાવાદ-ધોલેરા એકસપ્રેસ વેને ર૦રપના અંત સુધીમાં કાર્યરત કરી દેવાય તેવી શકયતા

(એજન્સી)ગાંધીનગર, અમદાવાદમાં ઈન્ટરનેશલ એરપોર્ટટ કાર્યરત છે. અને હવે દેશનીપ્રથમ ગ્રીનફીલ્ડ સ્માર્ટ સીટી ધોલેરારમાં ગ્રીનફીલ્ડ એરપોર્ટ તૈયાર થઈ રહયું છે. અમદાવાદથી ધોલેરા સુધીના ૧૦૯ કિ.મી.ની લંબાઈ ધરાવતા એકસપ્રેસ વેનું નિર્માણ ૮૦ ટકા કામ લગભગ પુરું થઈ ચુકયું છે.

એકસપ્રેસવે ર૦રપના અંતની આસપાસ શરૂ થશે એવી શકયતા છે. આ એકસપ્રેસ વેનું બાંધકામ પુર્ણ થશે ત્યારબાદ અમદાવાદની સ્માર્ટ સીટી ધોલેરા સુધી માત્ર ૪૦થી૪પ મીનીટમાં જ પહોચી શકાશે.

અમદાવાદથી ગાંધીનગર સુધી પહોચવામાં જેટલો સમય લાગે છે એટલા જ સમયમાં અમદવાદથીધોલેરા પહોચી શકાશે. આ એકસપ્રેસ વે અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડને પણ ધોલેરા સાથે જોડવામાં આવ્યો છે.

અમદાવાદ-ધોલેરા એકસપ્રેસ વેના નિર્માણમાં લગભગ ૪,૩૭૩ કરોડનો ખર્ચ થયો છે. સરદાર પટેલ રીરગ રોડ ઈન્ટરચેન્જ પર આ એકસપ્રેસનો વે પ કિ.મી. લાંબો પટ સંપૂર્ણપણે તૈયાર કરી દેવાયોછે. હાલમાં આ એકસપ્રેસ વેને ૮ લેન બનાવાઈ રહયોછે. પરંતુ તેમાં એવો જોગવાઈ છે કે, જરૂર પડે તો તેને ૧ર લેન સુધી પહોળો કરી શકાશે. હાલ અહી સ્ટીલ રેલ ઓવરબ્રીજ લગભગ તેયાર કરી દેવાયો છે.

આ એકસપ્રેસ વેનું મહત્વ સ્ટોપ પીપલી જંકશન હશે, જે ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડાશે. પીપલી જંકશન પાસે એકસપ્રેસ વે બનાવવાનું કામ પુર્ણતાના આરે છે. અહી વાહનોની ઝડપ મર્યાદા અંગેનું સાઈનબોર્ડ લગાવ્યું છે. જેમાં કાર માટે ૧ર૦ કિમી-પ્રતી કલાક અને કોમર્શીયલ વાહનો માટે ૮૦ કિમી પ્રતી કલાકની મર્યાદા નકકી કરવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.