Western Times News

Gujarati News

આ કારણસર અમદાવાદથી કોલકાતા જતી સાપ્તાહિક એક્સપ્રેસ રદ કરાઈ

Ahmedabad division of western railway freight loading income increased

નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

 

જબલપુર અને ભોપાલ મંડળના માલખેડી અને કરોડ રેલ્વે સ્ટેશનો વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ મંડળથી ઉપડતી/ પસાર થતી નીચેની કેટલીક ટ્રેનો રદ્દ રહેશે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

·         રદ કરાયેલી ટ્રેનો :-

1.   તારીખ 16 નવેમ્બર 2022 ના રોજ ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા (સાપ્તાહિક) એક્સપ્રેસ રદ્દ રહેશે.

2.   તારીખ 19 નવેમ્બર 2022 ના રોજ ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ (સાપ્તાહિક) એક્સપ્રેસ રદ્દ રહેશે.

·         ડાયવર્ડ કરાયેલી ટ્રેનો :-

1.   તારીખ 14 અને 18 નવેમ્બર 2022ના રોજ ટ્રેન નંબર 11466 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ જબલપુર-કટની મુડવારા-બીના માલખેડી-બીના-ભોપાલ ની જગ્યાએ વાયા જબલપુર-ઈટારસી-ભોપાલ થઈને ચાલશે.

2.   તારીખ 12 અને 14 નવેમ્બર 2022ના રોજ ટ્રેન નંબર 11465 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ભોપાલ-બીના માલખેડી -કટની મુડવારા-જબલપુર ની જગ્યાએ વાયા ભોપાલ-ઈટારસી-જબલપુર થઈને ચાલશે.

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.