અમદાવાદ-રાજકોટ-વેરાવળથી મહાકુંભના મેળામાં પહોંચવા વધુ 3 સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે
પશ્ચિમ રેલવે મહાકુંભ મેળાના અવસર પર 3 વધુ સ્પેશ્યિલ ટ્રેનો ચલાવશે.
પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા તથા મહાકુંભ મેળા-2025 ના દરમ્યાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે, અમદાવાદ-જંઘઈ, રાજકોટ-બનારસ અને વેરાવળ-બનારસ સ્ટેશનો ની વચ્ચે વિશેષ ભાડા પર ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
- ટ્રેન નંબર 09403/09404 અમદાવાદ-જંઘઈ મહાકુંભ મેળા સ્પેશિયલ (18 ટ્રીપ્સ)
ટ્રેન નંબર 09403 અમદાવાદ-જંઘઈ મહાકુંભ મેળા સ્પેશિયલ અમદાવાદથી 21:15 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 03:00 કલાકે જાંઘઈ પહોંચશે.આ ટ્રેન 09, 16, 21 જાન્યુઆરી અને 05, 14, 15, 18, 19, 26 ફેબ્રુઆરી 2025ના રોજ ચાલશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09404 જંઘઈ-અમદાવાદ મહાકુંભ મેળા સ્પેશિયલ જંઘઈથી 08:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18:00 કલાકે અમદાવાદ પહોંચશે.આ ટ્રેન 11, 18 અને 23 જાન્યુઆરી, 2025 અને 07, 16, 17, 20, 21, 28 ફેબ્રુઆરી, 2025ના રોજ ચાલશે.
આ ટ્રેન બંને દિશાઓ માં આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર અને પ્રયાગરાજ સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
- ટ્રેન નંબર 09537/09538 રાજકોટ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ (06 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 09537 રાજકોટ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ રાજકોટથી સવારે 06.05 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.45 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 06, 15 અને 19 ફેબ્રુઆરી, 2025ના રોજ ચાલશે.એ જ રીતે ટ્રેન નંબર 09538 બનારસ-રાજકોટ મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 19.30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 04.10 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 07, 16 અને 20 ફેબ્રુઆરી, 2025ના રોજ ચાલશે.
આ ટ્રેન બંને દિશાઓ માં વાંકાનેર, સુરેન્દ્રનગર જં., વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, આગ્રાફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
- ટ્રેન નંબર 09591/09592 વેરાવળ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ (02 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 09591 વેરાવળ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ વેરાવળથી 22:20 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 14.45 કલાકે બનારસ પહોંચશે.આ ટ્રેન 22 ફેબ્રુઆરી, 2025ના રોજ ચાલશે.તેવી જ રીતે, ટ્રેન નંબર 09592 બનારસ-વેરાવળ મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 09:00 કલાકે વેરાવળ પહોંચશે.આ ટ્રેન 24 ફેબ્રુઆરી, 2025ના રોજ ચાલશે.
આ ટ્રેન બંને દિશાઓ માં રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જં., વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંડીકુઇ, ભરતપુર, આગ્રાફોર્ટ, ટુંડલા, ઇટાવા ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09403, 09537 અને 09591 માટે બુકિંગ 24 ડિસેમ્બર 2024થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.