કેન્સલ ચેક મોકલી ફેક મેઈલ આઈડી પરથી ફાર્મા કંપની પાસે ઉઘરાણી કરી 50 લાખની ઠગાઈ

અમદાવાદની ટ્રોઈકા ફાર્મા. સાથે રૂ.૪૯.૮૪ લાખની સાયબર ઠગાઈ
(એજન્સી)અમદાવાદ, સાયબર ગઠીયા રૂપિયા પડાવવા માટે કોઈને કોઈ રસ્તો શોધી જ કાઢતા હોય છે. ત્યારે જ દવા બનાવતી અમદાવાદની જાણીતી કંપની ટોઈકા જે કંપની પાસે જોબવર્ક કરાવે છે. તે કંપીના ફેક મેઈલ આઈડી પરથી બાકી પેમેન્ટની ઉઘરાણી કરતોમેઈલ કરવામાં આવ્યો
અને જે તે એકાઉન્ટમાં ટ્રોઈકા કંપનીની ટીમે ૪૯.૮૪ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. જે કંપની જોબ વર્ક કરતી હતી તે કંપનીએ કોઈ જ રૂપિયા મળ્યા ન હોવાની જાણ કરતાં સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું. ટ્રોઈકાની ટીમે આ બાબતે સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોધાવી છે.
કંપનીઓ માટે લાલબત્તી સમાન કિસ્સાની જાણવા મળતી વિગતો એવી છેકે ટ્રોઈકા ફાર્માસ્યુટીક લીમટેડના જનરલર મેનેજરે સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરીયાદ નોધાવી છે. કે તેમની કંપની દવા બનાવવાનું કામ કરે છે. જે જુદાજુદા દેશોમાં દવાનું વેચાણ પણ કરી છે.
ટ્રોઈકા હિમાચલ પ્રદરેશની બીઆરડી મેડીલેમ્સ પાસે જોબ વર્ક ધરાવે છે. હવે બીઆરડી મેડીબેલ્સના ભળતા નામવાળા ઈમેલ આઈડી પરથી ટ્રોઈકાના એકાઉન્ટ ઈમેલ આઈડી પર મેઈલ આવ્યો હતો.
જેમાં કંપની પાસેથી જોબવર્કના રૂપિયા પ૦.પ૬ લાખ લેવાના બાકી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ રૂપિયા પોતાના બેક એકાઉન્ટમાં જમા કરાવવા જણાવાયું હતુું.
થોડા સમય બાદ બીજા ઈમેલ દ્વારા બેકની વિગતો ચેન્જ કરી અન્ય બેકમાં રૂપિયા ટ્રાન્સનફર કરવાનું જણાવવામાં આવ્યું હતું. ટ્રોઈકાની ટીમે જે તે કંપનીને એક કેન્સલ ચેક કુરીયર દ્વારા મોકલવામાં જણાવવામાં આવતાં સામેથી એક કેન્સલ ચેક પણ કુરીયર દ્વારા મોકલાયો હતો.
જે ચેક કર્યા બાદ કંપનીમાંથી બીઆરડી મેડીલેબ્સના એકાઉન્ટમાં કુલ રૂપિયા ૪૯.૮૪ લાખ જમા કરાવવામાં આવ્યા હતા. હવે જયારે આ બાબતે તેમણે ખરેખર બીઆરડી મેડીકલેમ્સમાં તપાસ કરાવતાં તેમના એકાઉન્ટમાં ટ્રોઈકાનો કોઈ જ ચેક આવ્યો ન હોવાનું જણાવાયું હતું.