Western Times News

Gujarati News

મ્યુનિ. શાસકોએ ટર્સરી પ્લાન્ટ પર પૂર્ણવિરામ મૂકી ‘સાહેબ’નો ખેલ પૂરો કર્યો

સાહેબે રેગ્યુલર એજન્ડામાં દરખાસ્ત રજુ ન કરી તાકિદમાં રજુ કરતા ચર્ચાનો વિષય

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીરાણા ખાતે ર૪૦ એમએલડી એસટીપી અને ૧૬૦ એમએલડી ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે સાહેબની માનીતી કંપનીને રૂ.૮૩૦ કરોડનો કોન્ટ્રાકટ આપવા માટે રજુ થયેલી દરખાસ્તને સ્ટેન્ડિગ કમિટીએ સાદર પરત કરી છે. આ દરખાસ્ત મંજુર કરાવવા માટે સાહેબે ઘણા ધમપછાડા કર્યા હતા પરંતુ તેમને આ વખતે સત્તાના પાવરનો ખરેખર પરચો મળી ગયો છે તેવી ચર્ચા ચાલી રહી છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પીરાણા ખાતે ૧૬૦ એમએલડી ટર્સરી ટ્રીટમેન્ટ પલાન્ટ બનાવવા સુરતની એનવાયરો કંપની માટે ‘સાહેબ’ દ્વારા જે આકર્ષક દરખાસ્ત રજુ કરવામાં આવી હતી જેના કારણે અમદાવાદીઓના પરસેવાની કમાણી માત્ર એક જ કંપનીને ૧પ વર્ષ સુધી આપવાની થતી હતી આ બાબત ધ્યાને આવતા ૪ જુલાઈએ સ્ટેન્ડિગ કમિટી દ્વારા તેને મંજુરી આપવામાં ન આવી હતી તેમજ સુધારા સાથે ર૧ દિવસ બાદ રજુ કરવા માટે જણાવ્યું હતું.

જે મુજબ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની દરખાસ્ત રપ તારીખની કમિટી સમક્ષ રજુ કરવાની થતી હતી સદર કામ એક વખત કમિટી સમક્ષ આવી ગયું હોવાથી તેને રેગ્યુલર એજન્ડામાં જ રજુ કરવાનું રહે છે. પરંતુ આ બાબતે ફરીથી ચર્ચા ન થાય તેમજ ‘સાહેબ’ની પોલ ફરી વખત ખુલી ન પડે તે માટે રેગ્યુલર એજન્ડામાં કામ રજુ કરવામાં આવ્યું ન હતું

અને ‘સાહેબ’ની સુચના મુજબ સદર દરખાસ્તને તાકિદના કામમાં લાવવામાં આવી હતી. પરંતુ મ્યુનિસિપલ સ્ટેન્ડિગ કમિટી ચેરમેન આ વખતે પણ ‘સાહેબ’ની ચાલબાજી ભલીભાતી સમજી ગયા હતા તેથી તેમણે સદર દરખાસ્ત પરત કરી છે તેમજ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટને બાદ કરી ર૪૦ એમએલડી એસટીપી માટે નવેસરથી ટેન્ડર રજુ કરવા સુચના આપી હતી.

ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું કે કંપનીના ખર્ચે અને જોખમે પ્લાન્ટ તૈયાર કરવો હોય તો થઈ શકે છે પરંતુ કોર્પોરેશન તરફથી જમીન અને પાણી સિવાય કશું જ આપવામાં નહી આવે તેવી સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા આ માટે નવી શરતો સાથે દરખાસ્ત રજુ કરવામાં ન આવતા ટર્સરી પ્લાન્ટની દરખાસ્ત પર કાયમી ધોરણે પૂર્ણ વિરામ મુકવામાં આવ્યું છે.

અત્રે નોંધનીય છે કે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે સુરતની કંપનીને દૈનિક રૂ.૬૦ લાખ ૮૦ હજાર આપવાની વિચિત્ર શરત સાથે સાહેબે સ્ટેન્ડિગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરી હતી પરંતુ સત્તાધારી પક્ષ અને સ્ટેન્ડિગ કમિટી ચેરમેન એ બાબત સારી રીતે સમજે છે કે તેઓ પ્રજાના રૂપિયાના ટ્રસ્ટી છે

અને ખોટી રીતે કોઈપણ અધિકારીઓ દ્વારા રજુ કરવામાં આવેલ મનસ્વી દરખાસ્ત મંજુર કરી પ્રજાના પરસેવાની કામાણી ઉડાવી દેવામાં આવે તે યોગ્ય નથી. નવો પ્લાન્ટ પીરાણાના ૧૦૬ એમએલડી કેમ્પસમાં થશે તેથી ૧૦૬ એમએલડી પ્લાન્ટના દોઢ વર્ષ માટે ઓપરેશન મેન્ટેન્સનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.