Western Times News

Gujarati News

અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પ્રોજેક્ટ આગામી જૂનમાં થશે પૂરો

ગાંધીનગર, કેન્દ્ર સરકારે લોકસભામાં કહ્યું કે, અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પ્રોજેક્ટ આ જૂન મહિનામાં પૂર્ણ થશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સિક્સ લેન નેશનલ હાઈવે પ્રોજેક્ટની સ્થિતિ અને પરિયોજના માટે ફાળવવામાં આવેલા ભંડોળ અંગેના પ્રશ્નના જવામાં કહ્યું કે, ઉદયપુરથી શામળાજી સુધીનો માર્ગ ૩૧ મે, ૨૦૨૧ના રોજ પૂરો થઈ ગયો છે. જે રુપિયા ૨૦૮૮ કરોડના ખર્ચે તૈયાર થયો છે. Ahmedabad udaipur NH

આ દરમિયાન રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, ચાલુ નાણાંકીય વર્ષ દરમિયામ ગુજરાતમાં રુપિયા ૩૧૯૨ કરોડના નેશનલ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યમાં રુપિયા ૫૦ હજાર કરોડથી વધુની કિંમતના ૮૪ નેશનલ હાઈવે પ્રોજેક્ટ પૂર્ણ થયા છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, હાઈવેના ઉદયપુર-નરોડા પંથકમાં ૮૭ પદયાત્રી અંડરપાસ, વાહનોના અંડરપાસ, વાહનોના ઓવરપાસ, પશુ અંડરપાસ અને રોડ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કે, શામળાજી-મોટા ચિલોડા પંથકનો સિક્સ લેન જૂન ૨૦૨૩ સુધીમાં રુપિયા ૧૩૬૧ના ખર્ચે પૂર્ણ થવાનો અંદાજ છે.

મોટા ચિલાડો અને નરોડા વચ્ચેનો ભાગ રુપિયા ૩૯૪ કરોડના ખર્ચે આગામી ૩૦ એપ્રિલ, ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, નેશનલ હાઈવેનો વિકાસ અને જાળવણી એ સતત પ્રક્રિયા છે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ, ટ્રાફિક વોલ્યુમ અને સંશાધનની ઉપલબ્ધાના આધારે ક્રમિક વર્ષોમાં હાથ ધરવામાં આવનારા પ્રોજેક્ટ્‌સને અંતિમ સ્વરુપ આપવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.