Western Times News

Gujarati News

7 મે 2023ના રોજ અમદાવાદ અને વડોદરા વચ્ચે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડશે

પ્રતિકાત્મક

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગુજરાત દ્વારા 7મી મે, 2023 (રવિવાર) ના રોજ વિવિધ સ્થળોએ “ગ્રામ પંચાયત સચિવ” (તલાટી કમ મંત્રી) ની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. Ahmedabad Vadodara exam special train

આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને વડોદરા વચ્ચે 7મી મે, 2023ના રોજ વિશેષ ભાડા પર પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:-

ટ્રેન નંબર 09187/09188 વડોદરા-અમદાવાદ-વડોદરા પરીક્ષા સ્પેશિયલ (2 ટ્રીપ)

ટ્રેન નંબર 09187 વડોદરા અમદાવાદ સ્પેશિયલ ટ્રેન વડોદરાથી સવારે 07:50 કલાકે ઉપડશે અને સવારે 09:40 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09188 અમદાવાદ-વડોદરા પરીક્ષા સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી 15:20 કલાકે ઉપડશે અને 17:20 કલાકે વડોદરા પહોંચશે.

રૂટમાં આ ટ્રેન મણિનગર, બારેજડી, મહેમદાવાદ ખેડારોડ, નડિયાદ અને આણંદ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનના તમામ કોચ અનરિઝર્વ્ડ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.