Western Times News

Gujarati News

અમદાવાદમાં એક જ દિવસમાં વાયરલ ઈન્ફેકશનના ૧૬૦૦-તાવના ૭૦૦ કેસ

પ્રતિકાત્મક

શહેરમાં છેલ્લા ચાર દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઠંડીની પ્રમાણ વધવાની સાથે જ શરદી, કફ, વાયરલ ઈન્ફેકશન અને તાવ ના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે. શહેરના વિવિધ અર્બન હેલ્થ સેન્ટરો પર માત્ર એક જ દિવસમાં શરદી અને તાવ ના ર હજાર કરતા વધારે કેસ નોંધાયા છે.

જયારે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર શરદી, તાવ ના લગભગ ૪૦૦ જેટલા કેસ નોંધાયા હતાં તંત્ર દોડતુ થઈ ગયું છે. જાેકે સંતોષજનક બાબત એ છે કે શહેરમાં છેલ્લા ચાર દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી હાલ માત્ર એક જ એક્ટિવ કેસ છે.

સ્માર્ટ સિટી અમદાવાદમાં નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનીટી હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યા છે જેમાં નાની મોટી શારીરિક તકલીફોની તાત્કાલિક સારવાર મળી રહે છે. શહેરમાં ૧૬ જાન્યુઆરીએ તમામ ઝોનના અર્બન હેલ્થ સેન્ટરો પર ૭પપ૩ ઓપીડી કેસની ચકાસણી કરવામાં આવી હતી

જેમાં ૬૬૦ જેટલા માત્ર તાવ ના દર્દી મળી આવ્યા હતાં જયારે ૧૪ર૯ દર્દી વાયરલ ઈન્ફેકશન અને શરદી, તાવથી પીડિત હતાં પ્રાપ્ત માહિતી અનુસાર મધ્ય ઝોનના અર્બન સેન્ટરોમાં તાવના ૮૦ અને શરદી, કફના ૯પ, પૂર્વ ઝોનમાં તાવના ૮ર અને શરદી, કફ ના રર૦,

ઉત્તર ઝોનમાં ૯૪ અને ૩૮૭, ઉ.પ.માં ૬૮ અને ૧૭૦, દક્ષિણ ઝોનમાં ૧પ૪ અને ૩પ૧, દ.પ.ઝોનમાં ૬૯ અને ૬૭ જયારે પશ્ચિમ ઝોનમાં તાવના ૧૦૩ અને ઈન્ફેકશનના ૧૪૯ કેસ મળી આવ્યા હતાં જયારે તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર ગેસ્ટ્રો એટલે કે ઝાડા ઉલ્ટીના ૭ર કેસ એક જ દિવસમાં નોંધાયા હતાં.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ૧૦ કોમ્યુનીટી હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યા છે. ૧૬ જાન્યુઆરીએ આ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરો પર ૪૧૧૧ જુના અને રપ૪૯ નવા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં તાવના ર૩૧ કેસ અને વાયરલ ઈન્ફેકશનના ૧૭૩ કેસ નોંધાયા હતાં જયારે ગેસ્ટ્રોના ૧ર કેસ મળી આવ્યા છે.

વટવાના કોમ્યુનીટી હેલ્થ સેન્ટર પરથી તાવના ૪૦, દાણીલીમડામાંથી ૪ર, સાબરમતીમાંથી ૪૪, વસ્ત્રાલ કોમ્યુનીટીમાંથી ૩૧ અને સરખેજમાંથી તાવના ૩૦ કેસ નોંધાયા છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. શહેરમાં કોરોનાના છેલ્લા ચાર દિવસ દરમિયાન એક પણ કેસ નોંધાયો નથી છેલ્લો કેસ ૧ર જાન્યુઆરીએ કન્ફર્મ થયો હતો તે દિવસે ૮ એક્ટિવ કેસ હતા જયારે ૧૬ જાન્યુઆરીની સ્થિતિએ શહેરમાં માત્ર એક જ એક્ટિવ કેસ છે કોરોનાના એકમાત્ર દર્દી હોમ આઈસોલેટેડ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.