અમદાવાદના કોટ વિસ્તારમાંથી ‘હેરીટેજ ઈમારતો’નો થતો નાશ સંસ્કૃતિને પડકાર રૂપ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરને યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરીટેઝ સીટી નું બિરૂદ આપવામાં આવ્યુ છે. અને શહેરના કોટ વિસ્તારની અંદર ઘણા બધા હેરીટેજ મકાનો હતા જે આજે અન્ય સ્વરૂપ ધારણ કરી રહ્યા છે.
હેરીટેજ સીટીના બિરૂદને કલંક લગાવી રહ્યા છે. હેરીટેજ કન્ઝર્વેશન કમિટી, જે ઐતિહાસિક ઈમારતોને સ્થાનિક સત્તાવાળાઓ શી કાર્યવાહી કરે છે તે તપાસવા એક સ્વતંત્ર મીટીંગમાં શહેરમાના કોટ વિસ્તારમાં જે ગેરકાયદેસર મકાનો બંધાઈ રહ્યા છે. તે ઐતિહાસીક ઈમારતો માટે પડકાર રૂપ છે.
તેમ જણાવી, ગેરકાયદેસર થતાં બાંધકામો અટકાવવા માટે તાત્કાલિક પગલાં ભરવા સંસ્થાને સુચન કર્યુ હતુ.
મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ ડીપાર્ટમેન્ટ તરફથી તાજેતરમાં કરવામાં આવેલા સર્વેના અહેવાલ અનુસાર શહેરના કોટ વિસ્તારમાં ૩૮ હેરીટેઝ બિલ્ડીંગોનો સંપૂર્ણ નાશ થયો છે. ૧૧ હેરીટેઝ ઈમારતોની જગ્યાએ ખાલી પ્લોટો છે. પ૦ જેટલી હેરિટેજ ઈમારતોને આધુનિક સ્વરૂપ આપવામાં આવી રહ્યુ છે. જ્યારે ૩૪ જેટલી હેરીટેઝ ઈમારતો ભયજનક હાલતમાં છે.
કાલુપુરમાં આવેલ રાજા મહેતાની પોળમાં આવેલા હેરિટેજ ઈમારતને તોડીને ત્યાં ફલેટ તથા દુકાનો બની ગઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર મ્યુનિસિપલ કોર્પોેરશનની ટીમ ૧૭૦૦ જેટલી અન્ય ઐતિહાસિક ઈમારતોનો સર્વે કરશે. અને કેટલી ઈમારતો તોડી પડાઈ છે તથા ત્યાં નવી ઈમારતો ઉભી કરવામાં આવી છે કે કેમ? મ્યુનિસિપલ કોર્પોરેશનના એક નિવૃત્ત અધિકારીના જણાવ્યા અનુસાર ૧૦ ટકા ઐતિહાસિક ઈમારતોનો નાશ થયો છે.