પૂર્વ ઝોનમાં રોડ પર ટ્રાફિકને નડતરરૂપ ૧૦૦ વાહનોને તાળાં મારી રૂ.૭૬,૯૦૦નો દંડ લેવાયો
તંત્ર દ્વારા ચાર શેડ હટાવાયા તેમજ ૧૯ લારી, ૭૬ બોર્ડ-બેનર્સ પણ જપ્ત
અમદાવાદ, પૂર્વ ઝોનમાં ટ્રાફિકને નડતરરૂપ વાહનો સહિતના દબાણોને હટાવવાની ઝુંબેશ ગઈકાલે હાથ ધરાઈ હતી જે અંતર્ગત તંત્રએ કુલ ૧૦૦ વાહનોને તાળા મારી તેના ચાલકો પાસેથી રૂ.૭૬,૯૦૦નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો.
નિકોલ વોર્ડમાં ચાર લારી, ર૧ બોર્ડ-બેનર અને ૭૧ પરચૂરણ માલસામાન જપ્ત કરાયો હતો તેમજ પપ વાહનોને તાળા મારી રૂ.૬૧,૦૦૦નો દંડ વસૂલાયો હતો. વસ્ત્રાલમાં બે શેડ દૂર કરાયા હતા અને ૧ર લારી, ૧૪ બોર્ડ-બેનર, પ૦ પરચૂરણ માલાસામાન જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ આઠ વાહનોને તાળા મારી રૂ.૪૦૦૦નો દંડ લેવાયો હતો.
રામોલ-હાથીજણ વોર્ડમાં સાત વાહનોને તાળા મારી રૂ.૩પ૦૦નો વહીવટ ચાર્જ, ગોમતીપુર વોર્ડમાં આઠ વાહનને તાળા મારી રૂ.૧૭૦૦નો વહીવટી ચાર્જ, અમરાઈવાડી વોર્ડમાં આઠ તાળા મારી રૂ.૧૮૦૦નો વહીવટી ચાર્જ, ઓઢવમાં આઠ વાહનને તાળા મારી રૂ.ર૪૦૦નો વહીવટી ચાર્જ, ભાઈપુરામાં ત્રણ વાહનને તાળા મારી રૂ.૧૦૦૦નો વહીવટી ચાર્જ, વિરાટનગરમાં ત્રણ વાહનોને તાળા મારી રૂ.૧પ૦૦નો વહીવટી ચાર્જ તંત્ર દ્વારા વસૂલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત પૂર્વ ઝોનના મુખ્ય રસ્તાઓ પરથી એક શેડ દૂર કરાયછો હતો અને એક લારી, ર૬ બોર્ડ-બેનર અને ૪૦ પરચૂરણ માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ બીઆરટીએસ રૂટ પરના દબાણો હટાવવા માટેની ઝુંબેશ હેઠળ એક શેડ દૂર કરાયો હતો. બે લારી, ૧પ બોર્ડ-બેનર અને ર૦ પરચૂરણ માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આમ પૂર્વ ઝોનમાં કુલ ચાર શેડના દબાણ દૂર કરાયા હતા. ૧૯ લારી, ૭૬ બોર્ડ-બેનર અને ૧૮૧ માલસામાનને જપ્ત કરવામાં આવ્યો હતો.