રેલવે સંરક્ષામાં શ્રેષ્ઠ કામગીરી બદલ રેલવેના ચાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું
અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર મંડળ રેલ પ્રબંધક, શ્રી સુધીર કુમાર શર્માએ મંડળ ના 04 રેલ્વે કર્મચારીઓનું સુરક્ષિત ટ્રેન સંચાલનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કર્યું હતું. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં યોગદાન બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર શ્રી ઉમેશ પ્રસાદે માહિતી આપતાં જણાવ્યું હતું કે શ્રી રાજેશ રોશન ફિટર-અમદાવાદ, શ્રી સીતારામ મીણા ફિટર-ગાંધીધામ, શ્રી ભૂપસિંહ મીણા સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ-ઉમરદશી અને શ્રી સુરેશ ચંદ મીણા લોકો પાયલટ-ગાંધીધામને અણધારી ઘટનાઓ જેવી કે કોચના વ્હીલ ની સ્પ્રીંગ તૂટેલી જોવા પર તરત જ યોગ્ય પગલાં લેવા, આગળની ટ્રોલીની જમણી બાજુની સેકન્ડરી કોઇલની સ્પ્રિંગ તૂટેલી જોવા મળવી,બ્રેક વાનમાંથી અસામાન્ય અવાજ સાંભળીને તાત્કાલિક યોગ્ય પગલાં લેવા વગેરેએ અમને શક્ય નુકસાન થી બચાવ્યા છે.
મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માએ આ એલર્ટ સેફ્ટી ગાર્ડ્સને પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન સતર્કતા અને તકેદારી સાથે કામ કરે છે, ત્યારે તે અમને સુરક્ષિત ટ્રેન વર્કિંગ માં મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.