અમદાવાદથી ઉપડતી કેટલીક ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે
ઉત્તર રેલવેના લખનૌ મંડળમાં ડબલિંગના કામને કારણે, અમદાવાદથી ઉપડતી/પસાર થતી કેટલીક ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
1. 07 એપ્રિલ 2023 ની ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા બારાબંકી-ગોરખપુર-છપરાના રુટ પર દોડશે
2. 03 અને 10 એપ્રિલ 2023 ની ટ્રેન નંબર 09466 દરભંગા – અમદાવાદસ્પેશિયલ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા છપરા – ગોરખપુર- બારાબંકી-ના રુટ પર દોડશે
3. 08 એપ્રિલ 2023 ની ટ્રેન નંબર 15667 ગાંધીધામ – કામાખ્યા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ – પ્રતાપગઢ – વારાણસીના રુટ પર દોડશે
4. 05 એપ્રિલ 2023 ની ટ્રેન નંબર 15668 કામાખ્યા – ગાંધીધામ એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વારાણસી- પ્રતાપગઢ -લખનૌના રુટ પર દોડશે
5. 07 એપ્રિલ 2023 ની ટ્રેન નંબર 15635 ઓખા – ગુવાહાટી એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ – પ્રતાપગઢ – વારાણસીના રુટ પર દોડશે
6. 03 એપ્રિલ 2023 ની ટ્રેન નંબર 15636 ગુવાહાટી – ઓખા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વારાણસી- પ્રતાપગઢ -લખનૌના રુટ પર દોડશે
રેલવે યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની યાત્રાનો પ્રારંભ કરે. ટ્રેનોના પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે.