અમદાવાદના વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરાઈ

અમદાવાદના વન વિભાગ દ્વારા વન્યજીવો ક્ષેત્રોમાં કામ કરનાર તેમજ કરુણા અભિયાનમાં ભાગ લેનાર એનજીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું
Ahmedabad, અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ સેન્ટર ખાતે અમદાવાદના વન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વન્યજીવો ક્ષેત્રોમાં કામ કરનાર તેમજ કરુણા અભિયાનમાં ભાગ લેનાર અમદાવાદની એનજીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી.
આ અવસરે અમદાવાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જૈવ વિવિધતા પ્રત્યે જાગૃતિ ફેલાવવા અંગે તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા અંગે તેમજ અને ૫ જૂનના રોજ વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે સૌને અપીલ કરવામાં આવી હતી.