અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ અમદાવાદને બદલે સાબરમતીથી ઉપડશે
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશનને કાયાકલ્પ કરવામાં આવી રહયું છે અને આને વિશ્વસ્તરીય સ્ટેશન તરીકે પુનઃવિકસિત કરવામાં આવી રહ્યું છે. પુનઃવિકાસના કામને ઝડપી બનાવવા ઉદ્દેશ્ય થી અમદાબાદ રેલવે સ્ટેશન થી પ્રસ્થાન/આગમન કરનાર ટ્રેન નંબર 19031/19032 અમદાવાદ-યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ ના ટર્મિનલ સ્ટેશનને અમદાવાદ થી સાબરમતી (ધરમનગર બાજુ) માં બદલવામાં આવી રહ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે.
· 16 જાન્યુઆરી 2025 થી આગળની સૂચના સુધી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ અમદાવાદ ને બદલે સાબરમતી થી 11:25 કલાકે ઉપડશે.
· 17 જાન્યુઆરી 2025 થી આગળની સૂચના સુધી ઋષિકેશ ચાલતી ટ્રેન નંબર 19032 યોગ નગરી ઋષિકેશ – અમદાવાદ યોગા એક્સપ્રેસ અમદાવાદ ને બદલે સાબરમતી સ્ટેશન પર 15:20 કલાકે ટર્મિનેટ (સમાપ્ત) થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનોના રોકાણ, સંરચના, માર્ગ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.