Western Times News

Gujarati News

અમદાવાદ: તું કેરેક્ટરલેસ છે, મને તારી સાથે પ્રેમ નથી

અમદાવાદ, ખોખરામાં રહેતી યુવતીને નોકરીની શોધમાં હતી તે દરમ્યાન એક યુવક સાથે મુલાકાત થઇ હતી. જેમાં યુવકે નોકરી તો અપાવી નહિં પરંતુ યુવતીને વિશ્વાસમાં લઈને લગ્નની લાલચ આપીને તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચરી બે વખત ગર્ભપાત કરાવ્યો હતો.

ત્યારબાદ યુવકે યુવતીને કહ્યું કે, મારે તારી જરૂર નથી હું મજા કરવા તારી સાથે આવ્યો હતો. જેમાં આ અંગે યુવતીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. શહેરના સીટીએમ વિસ્તારમાં રહેતી એક યુવતી એ ખોખરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં ૨૦૧૯ માં યુવતીના લગ્ન થયા હતા પરંતુ પતિ સાથે મનમેળ ન આવતા એક મહિનામાં છુટાછેડા થયા હતા.

ત્યારે છુટાછેડા બાદ યુવતી નોકરીની શોધમાં હતી તે વખતે દૂરના મામાએ પોતાના ભત્રીજાનો નંબર આપ્યો હતો. જેમાં તેની સાથે ફોન પર વાત કરતા તેને યુવતી ને કહ્યું કે, તમારો બાયોડેટા મોકલી આપો ત્યારબાદ બાયોડેટા મોકલ્યો હતો. જેમાં આરોપી નોકરીની ગોઠવણ તો ના કરી પરંતુ યુવતીને ફોન તેમજ વોટ્‌સએપ પર મેસેજ કરીને સારી સારી વાતો કરતો હતો.

જેમાં એક દિવસે આરોપીએ કહ્યું કે, આમ એકલા જીવન જીવાય નહીં, જીંદગી બહુ લાંબી છે એક સહારો તો જાેઇએ હું પણ એકલો છું તું પણ એકલી છે આપણે સાથે જીવન જીવીએ. તેમ કહીને અવાર નવાર લગ્નની લાલચ આપતો હતો.

ત્યારે દોઢેક વર્ષ પહેલા આરોપી યુવતીને લઇને ગાંધીનગર ખાતે હોટલમાં લઇ ગયો હતો. જ્યાં યુવતીએ હોટલમાં જવાની મનાઇ કરતા આરોપીએ કહ્યું કે, ખાલી ખાઇ-પીને પાછા ફરીશું પરંતુ હોટલની અંદર જતા જ આરોપી એકદમ લાગણીશીલ વાતોમાં યુવતીને ભોળવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ અમદાવાદમાં જુદી જુદી હોટલોમાં લઇ જઇને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.

તે દરમ્યાન યુવતીને બે વાર ગર્ભ રહી જતા બે વખત ગર્ભપાત કરાવ્યું હતુ. જેમાં યુવતીએ ગત ૨૮ મે ૨૦૨૨ના રોજ લગ્નની વાત કરતા આરોપી યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને કહ્યું કે, લગ્ન એ પણ તારી સાથે તારામાં શું છે છે કે હું તારી સાથે લગ્ન કરૂ? તું કેરેકટર લેસ છે. મારે તારી સાથે કોઇ પ્રેમ ન હતો મેં તો ફક્ત મજા કરવા તારી સાથે આવ્યો છું મને તારી જરૂર નથી.

આ સમગ્ર બાબત યુવતીએ પોતાના માતા પિતાને જણાવી હતી. આ અંગે ખોખરા પોલીસે આરોપી વિરૂધ્ધ માં પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.