Western Times News

Gujarati News

શિયાળામાં પણ ઊભરાતી ગટરની સમસ્યાથી અમદાવાદીઓ ત્રાહિમામ

પ્રતિકાત્મક

મેગાસિટી અમદાવાદના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં સતત ગટરો ઊભરાવવાની ગંભીર ફરિયાદો મળતાં સત્તાધીશો ચોંકી ઊઠ્યા

અમદાવાદ, મેગા સિટી અમદાવાદમાં રખડતાં ઢોર અને રખડતાં કૂતરાંની બારે મહિનાથી રંજાડતી લોકોએ હવે ટેવાઈ જવું પડશે અથવા તો સાવચેત રહીને જાતને બચાવવી પડશે, કેમ કે મ્યુનિસિપલ તંત્ર પાસે આ સમસ્યાના નિરાકરણનો હજુ સુધી કોઈ સચોટ ઉપાય આવ્યો નથી. આ ઉપરાંત બિસમાર રોડ, ગંદકી અને ટ્રાફિક-દબાણના પ્રશ્નો પણ ઝટ ઉકેલાતા નથી.

હાઈકોર્ટની વારંવારની ટકોર કહો કે લાલ આંખ પછી તંત્ર હરકતમાં આવે છે ખરું પણ તેનાથી નાગરિકોને કનડતા પ્રશ્નોનું સંતોષકારક સમાધાન મળતું નથી, ડ્રેનેજની સમસ્યાઓએ શિયાળાના આગમનના સમયે પણ શહેરમાં દેખા દીધી હતી, જાેકે ઠંડીની ઋતુમાં ડ્રેનેજની ફરિયાદો ઊઠવાથી લોકો ત્રસ્ત થઈ રહ્યા છે તે એક કટુ સત્ય છે. આમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન સહિત ગુજરાતનાં તમામે પ્રાથમિક ફરજમાં નગર આવે છે, જેમાં ન એટલે નળ, ગ એટલે ગટર અને ૨ એટલે રોડ છે. મ્યુનિ.કોર્પારેેશન જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થા માટે પોતાના નાગરિકોને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવું, સુવ્યવસ્થિત ગટર વ્યવસ્થા આપવી તેમજ મોટરેબલ રોડની વ્યવસ્થા કરવી ફરજિયાત છે.

જાેકે અમદાવાદની વાત કરીએ તો ચોમાસા દરમિયાન ઉદ્‌ભવતી દૂષિત પાણીની સમસ્યા શિયાળા અને ઉનાળામાં જાેવા મળતી હોઈ તે લગભગ બારમાસી બની છે. આનંુ મુખ્ય કારણ ગેરકાયદે પાણી અને ગટરનાં જાેડાણ તેમજ મોટરિંગ કરીને પાણી ખેંચી લેવું વગેરે છે. શહેરના માટેાભાગના રોડ તો લગભગ દર ચોમાસામાં બિસમાર થાય છે અને આવા બિસમાર રોડના રિપેરિંગની કામગીરી વરસાદ અટક્યા બાદ હાથ ધરાય છે.

આ વખતે તો દિવાળીના સપરમા દિવસોમાં અમદાવાદીઓને અનેક વિસ્તારોમાં ખાડાવાળા રોડ પરથી પસાર થવું પડ્યું હતું. કરોડો રૂપિયા રોડ રિસરફેસિંગ પાછળ ખર્ચાતા હોવા છતાં તેની ગુણવત્તા આંખે ઊડીને વળગે તેવી થતી ન હોઈ ખુદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનને ઈજનેર વિભાગ સામે કડકાઈ દાખવવી પડી છે.

હવે ગટરની પાયાની સુવિધાના મામલે પણ હજુ અમદાવાદના ૧૦૦ ટકા વિસ્તારમાં ગટરનું સુવ્યવસ્થિત નેટવર્ક બિછાવાયું નથી. દાયકા પહેલાં અમદાવાદના ૧૦૦ ટકા વિસ્તારને પાણી-ગટરના નેટવર્કથી આવરી લેવા માટે તંત્રે ગોલ્ડન ગોલ નિર્ધારિત કર્યાે હતો. કમનસીબે હજુ આ ગોલ્ડન મોલ મેળવી શકાયો નથી અને ઘણા વિસ્તારોમાં ગટરના નેટવર્કના અભાવે હજારોની સંખ્યામાં ખાળકૂવા અસ્તિત્વમાં છે. આ ખાળકૂવાને ઉલેચવા માટે નાગરિકોને દર મહિને ટેન્કરો ઊંચા ભાડેથી મેળવવાં પડે છે, જેની પાછળ નાગરિકના ખિસ્સામાંથી ખાસ્સી એવી શક્ય ખર્ચાઈ રહી છે.

દૂષિત પાણીની જેમ ગટરો ઊભરાવવા સહિતના ડ્રેનેજના પ્રશ્નો પણ લોકોને કનડી રહ્યા હોઈ આ બાબત ચર્ચાસ્પદ બની છે. ખાસ તો શહેરના ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ પ્રમાણમાં ડ્રેનેજના પ્રશ્નો ઊઠી રહ્યા હોઈ ખુદ મ્યુનિ.સત્તાવાળાઓ ચોંકી ઊઠ્યા છે. ડ્રેનેજ લાઈનની સફાઈના કામમાં પણ ગેરરીતિ થતી હોવાના અવારનવાર ગંભીર આક્ષેપ ઊઠતા રહ્યા છે, તેમાં પણ શહેરમાં સીસીટીવી કેમેરાથી ડ્રેનેજ લાઈનની સફાઈ તો અનેકવાર ચર્ચાસ્પદ બની છે.

અનેકવાર લાગતી-વળગતી એજન્સીને સીસીટીવી કેમેરાથી ડ્રેનેજ લાઈન સાફ કરવા માટે લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળતો હોઈ સફાઈના સ્તર અંગે ઘણા પ્રશ્નો ઊઠે છે. મ્યુનિ.વોટર સપ્લાય કમિટીમાં પણ આવાં વિવાદાસ્પદ કામોને લઈ છૂપો ગણગણાટ જાેવા મળે છે. એ જે હોય તે પણ શહેરના ડ્રેનેજના પ્રશ્નો આવી વિવાદાસ્પદ બાબતોથી સહેલાઈથી ઉકેલાતા નથી, પરિણામે નિર્દાેષ નાગરિકોને આકરા ટેક્સ ભરીને પણ શોષાવું પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.