Western Times News

Gujarati News

ક્લબમાં મ્યુઝિકલ પાર્ટીની આડમાં ચાલતી દારૂની મહેફીલ ઉપર રેડ

અમદાવાદમાં યુવતી સહિત નવ નબીરા ઝડપાયા-શેલામાં આવેલી ક્લબ ઓ૭માં ચાલતી મ્યુઝીકલ પાર્ટીમાં દારૂ મહેફિલ ચાલતી હતી

(એજન્સી)અમદાવાદ, ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ફરી એકવાર નબીરાઓ દારૂની પાર્ટી કરતા ઝડપાયા છે. ખાનગી કંપનીની મ્યુઝિકલ પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. જેની બાતમી બોપલ પોલીસને મળ્યા પીઆઇ સહિત ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પાર્ટી કરી રહેલા લોકોની બ્રેથ એનેલાઇઝરથી ચેક કરતા સમગ્ર ભાંડો ફુટ્યો હતો. Ahmedabad’s Club O7 Liquor Party Busted: 9 Nabbed, BMWs Seized in Bopal Police Raid 

આ પાર્ટીમાં ૧૫૦થી વધુ લોકો હતા. જેમાં ૬ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓ દારૂ લેવા માટે બેઝમેન્ટ પાર્કિંગમા ઉભી રહેલી કારમાં ગયા હતા. જ્યાંથી તેઓને પણ ઝડપી લેવાયા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસ ડિવાયએસપી આસ્થા રાણાએ પ્રેસ બ્રિંફિગ દરમિયાન જણાવ્યુ હતું કે, અમદાવાદ શહેરમાં પ્રતિષ્ઠિત ક્લબ ઓ૭માં ચાલતી મ્યુઝીકલ પાર્ટીમાં દારૂ મહેફિલ ચાલતી હોવાની બાતમી બોપલ પોલીસ સ્ટેશનને મળી હતી.

પોલીસ દ્વારા મોડી રાત્રે ક્લબમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં બોપલ પોલીસે એક યુવતી સહિત નવ લોકોને ઝડપી પાડ્યા હતા. ખાનગી કંપની દ્વારા કલબ ઓે૭માં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ પાર્ટીમાં અંદાજીત ૧૫૦થી ૨૦૦ લોકો હાજર હતા. પરંતુ પોલીસને બાતમી મળી હતી કે, પાર્ટી તેના સમયથી વધુ ચાલી રહી છે.

જેના આધારે પોલીસ દ્વારા ક્લબમાં દરોડા પાડતા છ આરોપીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા અને ૩ આરોપીઓ બેઝમેન્ટમાં દારૂ સાથે મળી આવતા આરોપીઓના પકડી પાડ્યા હતા. જે બાદ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પોલીસે તમામ સામે અલગ અલગ કલમ લગાવીને પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે.

વધુમાં ડીવાયએસપી રાણાએ જણાવ્યું હતું કે, પોલીસે નબીરાઓ પાસેથી ઇંÂગ્લશ દારૂની ત્રણ બોટલ, એક બીયર ટીન સહિત બે બીએમડબલ્યુ કાર અને હોન્ડા સિટી કાર જપ્ત કરવામાં આવી છે. પોલીસ તમામ સામે અલગ અલગ ગુનો દાખલ કરાયો છે. મુખ્ય આરોપી હેમલ દવે દ્વારા મ્યુઝિકલ પાર્ટીનો આયોજક હતો. જેઓએ મ્યુઝિકલ ડાન્સ પાર્ટી રાત્રે ૧૨.૩૦ સુધી ચાલુ રાખી હતી. જેની વિરૂદ્ધ જાહેરનામા ભંગનો અલગથી કેસ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.