Western Times News

Gujarati News

અમદાવાદની ઓળખ પતંગ હોટલ હવે ફરી શરૂ થઈ

અમદાવાદ, દશેરાના દિવસે અમદાવાદની ઓળખસમા પતંગ હોટલનું આજે ફરી એકવાર શુભ આરંભ થવા જઈ રહ્યો છે. આ પ્રસંગે અમદાવાદના શહેરીજનો તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના જાણીતા કલાકાર સુનીલ શેટ્ટી હાજર રહેવાના છે. હંમેશા કંઈક નવુ કરવાનું જેના લોહીમાં છેે એવા અમદાવાદ શહેરમાં ફરીથી કંઈક નવુ થવા જઈ રહ્યું છે. Ahmedabad’s famous Patang Hotel has now started again

ઉંચાઈએથી અમદાવાદ નિહાળવાની તક ઉભી થઈ છે. હવે અમદાવાદીઓ ફરીથી ઉન્નત મસ્તકે પતંગ નિહાળી શકશે. કાયમ આકાશમાં પતંગ ચગાવવાના, કાપવાના અને ઢીલ મુકવામાં માહિર એવા અમદાવાદીઓ માટે શહેરનું પ્રતિષ્ઠિત ધર્મદેવ ગ્રુપ અમદાવાદની ઓળખને એક નવા સ્વરૂપે સાકાર કરવા જઈ રહ્યું છે.

આઝાદીનાં ૭૫ વર્ષ એટલે કેે આઝાદીનો અમૃત મહોત્સવ દેશ ઉજવી રહ્યું છે ત્યારે ૭૫ નવા સંકલ્પો સાથે પતંગને પુર્નજીવિત કરવાના અભિગમ સાથે ધર્મદેવ ગ્રુપ પતંગ રેસ્ટોરન્ટ નવા સ્વરૂપે ચાલુ કરવા જઈ રહ્યું છે. આ પ્રસંગે બોલીવૂડના કલાકાર સુનિલ શેટ્ટી અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશેે.

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધન કરતા ધર્મદેવ ગ્રુપના ચેરમેન ઉમંગભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, અમદાવાદની ઓળખ સમી પતંગ રેસ્ટોરન્ટ હંમેશા સમગ્ર ગુજરાતનું ગૌરવ રહ્યુ છે. ૧૯૮૩માં ગૌરવ અપાવે તેવી બે ઘટનાઓ બની. ૧૯૮૩માં ભારતે ક્રિકેટ વિશ્વકપ જીત્યો અને બસ એજ વર્ષમાં પતંગનો પણ જન્મ થયો.

વર્ષ ૧૯૮૩થી ૨૦૨૩ સુધીની ૪૦ વર્ષની આ સફરમાં પતંગે અમદાવાદને સૌથી અનોખી રીતે નિહાળ્યુ છે. એ વખતે એટલે કે વર્ષ ૧૯૮૩ના સમયગાળામાં અમદાવાદ શહેરમાં મોટામાં મોટા બિલ્ડીંગ તરીકે ફક્ત આપના બજાર તથા એસ.બી.આઈ. બેંક જ હતી ત્યારબાદ આશ્રમ રોડ, સી.જી.રોડ, ૧૩૨ ફૂટ રીંગ રોડ, એસ.જી.રોડ અને પછી હવે તોે એસ.પી.રીંગ રોડને પણ જન્મ લેતા પતંગે જાેયા છે. હવે અમદાવાદીઓ ઉન્નત મસ્તકે પતંગ રેસ્ટોરન્ટ નવા સ્વરૂપે નિહાળી શકશે.

પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં જણાવ્યું હતું કે, એનજીઓ દ્વારા ગરીબ અને અનાથ બાળકોને પતંગ હોટલની મુલાકાત કરાવી તેમને અમદાવાદની ઓળખ બતાવી તેેમને ભોજન કરાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.