અમદાવાદમાં વધતી જતી પાર્કિંગની સમસ્યા તંત્ર માટે માથાનો દુખાવો
પ્રહલાદનગર મલ્ટિ લેવલ પાર્કિગમાં ૧૭૪ ફોર વ્હીલર્સ પાર્ક થઈ શકશે -બીજા, ત્રીજા અને ચોથા માળ પર વાહનચાલકોની સગવડ માટે પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાશે
(એજન્સી)અમદાવાદ, શહેર વિકાસની દિશામાં સતત હરણફાળ ભરી રહ્યું હોઈ દેશનાં અગ્રણી શહેરોની હરોળમાં આવી ગયું છે. અમદાવાદ ખાતે રોટલો રળવા માટે ઓડિશા અને બંગાળ જેવા દૂરનાં રાજ્યોમાંથી લોકોનો ધસારો સતત વધી રહ્યો છે.
એક તરફ અમદાવાદ વસ્તીથી ફાટફાટ થઈ રહ્યું છે તો બીજી તરફ બેન્ક વગેરે સ્થળોએથી વ્હીકલની લોન સરળતાથી મળતી હોઈ વધુને વધુ લોકો નોકરી-ધંધાના સ્થળે જવા માટે અંગત વાહનો વસાવી રહ્યાં છે.
આની સાથે મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ નાગરિકોને તેમના વાહનના સુવ્યવસ્થિત પાર્કિંગ કુલ ૧૭૪ ફોર વ્હીલર પાર્ક થઈ શકે તે દિશામાં તંત્રએ કવાયત હાથ ધરી છે.જો કે આચારસંહિતા અમલમાં આવી હોઈ આને લગતાં ટેન્ડરને રાજ્યની લોકસભાની ચૂંટણી પત્યા બાદ મંજૂરી અપાશે.
દક્ષિણ પશ્ચિમ ઝોનની ટીપી સ્કીમ નં. ૨૩+૨૫ (વેજલપુર)ના ફાઈનલ પ્લોટ નં. ૧૦+૧૧૭ ખાતે મ્યુનિ. સત્તાધીશો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પ્રહલાદનગર મલ્ટિ લેવલ પાર્કિંગ બનાવાયું છે. આ મલ્ટિ લેવલ પાર્કિંગમાં આવેલી કોમ્ર્શિયલ મિલકતોના ઈ-ઓક્શનની દિશામાં અગાઉ કવાયત હાથ ધરાઈ ચૂકી છે. તંત્ર દ્વારા ગત ૧૨ ફેબ્રુઆરીએ છ કોમર્શિયલ મિકતના ઈ-ઓક્શનનો તખ્તો તૈયાર કરાયો હતો.
આ પહેલાં સત્તાવાળાઓએ કરોડોના ખર્ચે બનાવાયેલા સિંધુ ભવન રોડ પરના મલ્ટિ લેવલ પાર્કિંગમાં વાહનોના ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ ટેન્ડર – કમ હરાજીથી આપવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. સેટેલાઈટ વિસ્તારમાં સમાવેશ ધરાવતાં સિંધુ ભવન મલ્ટિ લેવલ પાર્કિંગ અને પ્રહલાદનગર મલ્ટિ લેવલ પાર્કિંગ વાહનચાલકોની સુવિધા માટે તૈયાર કરાયાં છે.
સિંધુ ભવન મલ્ટિ લેવલ પાર્કિંગ ખાતે નાગરિકોના ૧૬૯ ટુ વ્હિલર અને ૨૩૭ ફોર વ્હીલરના પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાઈ હોઈ કુલ ૪૦૬ વાહનોના પાર્કિંગ માટેની સુવિધાનો લાભ વાહનચાલકોને મળી શકે તેમ છે. બીજી તરફ પ્રહલાદનગર મલ્ટિ લેવલ પાર્કિંગમાં તંત્રએ કુલ ૧૭૪ ફોર વ્હીલરના પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરી છે. આ મ્લટિ લેવલપાર્કિંગના બીજા, ત્રીજા અને ચોથા માળે વાહનચાલકો પોતાના ફોર વ્હીલરને પાર્ક કરી શકશે.
આ માટે પ્રસિદ્ધ કરાયેલા ટેન્ડર ફોર્મની કિંમત રૂ. ૨૦૦૦ છે અને આગામી ૨૭ માર્ચના રોજ બપોરના ૩.૩૦ વાગ્યા સુધી દક્ષિણ પશ્ચિમ ઝોનના ઝોનલ કાર્યાલય ખાતે આ ટેન્ડર સ્વીકારવામાં આવશે, જો કે સત્તાધીશોએ અગાઉ ટેન્ડર કમ હરાજીની તારીખ ૨૮ માર્ચના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યે નક્કીક રી હતી, પરંતુ લોકસભાની ચૂંટમઈની જાહેરાત થતાં હવે દેશભરમાં આદર્શ આચારસંહિતા અમલમાં મુકાઈ ગઈ છે.તેના પગલે તે દિવસે ટેન્ડરની હરાજી કરવાની પ્રક્રિયાને મુલત્વી રાખવામાં આવશે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ટેન્ડર કમ હરાજી હાથ ધરાશે.
આ પાર્કિંગ માટેની કુલ જગ્યામાંથી ૪૦ ટકા જગ્યા પાર્કિંગ પરમિટ માટે અનામત રાખવાની રહેશે.જો કોઈ અરજદાર પાર્કિંગ પરમિટ માટે માંગણી કરે તોપ્રવર્તમાન દરના ૧૨ કલાક માટેના દર ગણીને અનામત રાખેલી જગ્યામાં માસિક, ત્રિમાસિક, છ માસિક કે વાર્ષિક ધોરણે પાર્કિંગ પરમિટ આપવાની રહેશે. જો પાર્કિંગ પરમિટ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થાય તો તેવા સંજોગોમાં સામાન્ય લોકોના પાર્કિંગ માટે તે જગ્યા વાપરી શકાશે.
તંત્ર દ્વારા ત્રણ વર્ષની મુદત માટે કોન્ટ્રાક્ટ અપાનાર હોઈ તે માટેની વાર્ષિક લાઈસન્સ ફી રૂ. ૫,૯૮,૯૯૫ રખાઈ છે, જ્યારે આ માટેની અર્નેસ્ટ મની ડિપોઝિટ રૂ. ૫૦,૦૦૦ છે. પે એન્ડ પાર્કના ધોરણે એન્ટ્રીથી લઈ ત્રણેયફ્લોર રેમ્પ સહિત લાઈટ બિલ ભરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. પાર્કિંગની સિક્યોરિટી તેમજ સેનિટેશનની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરે સંભાળવાની રેહશે.
નક્કી કરેલી જગ્યાએ યોગ્ય રીતે વાહનો પાર્ક કરાવવાના રહેશે. તેમજ પાર્કિંગની જગ્યાએ ઓળખપત્ર સાથેના પોતાના કર્મચારીઓને કોન્ટ્રાક્ટરે રાખવાના રહેશ.ે પાર્કિંગની જગ્યામાં વાહનો સરળતાથી અવરજવર કરી શકે તેમજ વાહનોની અવરજવરથી ટ્રાફિકમાં અડચણ ન થાય તે રીતે વાહનો પાર્ક રાવવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.